ભગવંત માનના `ફેન` થયા સિદ્ધુ, મુલાકાત બાદ કહ્યુ- જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે
ભગવંત માન સાથે મુલાકાત બાદ નવજોત સિંહ સિદ્ધુએ તેમની ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ- માનને મળીને તેવું ન લાગ્યું કે કોઈ મુખ્યમંત્રી સાથે વાત કરી રહ્યો છું. તે ડાઉન ટુ અર્થ છે.
ચંદીગઢઃ કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા નવજોત સિંહ સિદ્ધુએ સોમવારે પંજાબના મુખ્યમંત્રી ભવગંત માન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ સિદ્ધુએ ફરી મુખ્યમંત્રીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે, ભગવંત માન જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. પંજાબમાં ગેરકાયદેસર કબજાવાળી જમીનો ખાલી કરાવવા મુદ્દે સિદ્ધુએ માનના વખાણ કર્યા છે.
માન સાથે મુલાકાત બાદ સિદ્ધુએ કહ્યુ- મને તેવુ ન લાગ્યુ કે કોઈ મુખ્યમંત્રી સાથે વાત કરી રહ્યા છો. તે ડાઉન ટુ અર્થ છે. આ બેઠક બાદ સિદ્ધુએ એક વીડિયો પણ ટ્વીટ કર્યો અને લખ્યુ- 50 મિનિટમાં ઘણી ઉપયોગી વાતો થઈ જે લાંબા સમયથી અમારા એજન્ડાનો ભાગ છે. અમે લોકોની આવક વધારવા વિશે વાત કરી જે પંજાબની મોટી સમસ્યા છે. મુખ્યમંત્રી માન એક ગ્રહણશીલ વ્યક્તિ છે. તેમણે જનતાની આશા પૂરી કરવાનું વચન આપ્યું છે.
હવે દેશમાં થશે ઈ-જનગણના જે 100 ટકા સાચી હશે, ગૃહમંત્રી શાહની મોટી જાહેરાત
મહત્વનું છે કે નવજોત સિંહ સિદ્ધુ ભગવંત માનને પ્રથમવાર લાફ્ટર ચેલેન્જ શો દરમિયાન મળ્યા હતા. તે સમયે સિદ્ધુ જજ હતા અને માન સ્પર્ધક હતા. સિદ્ધુ આ પહેલાં પણ માનની પ્રશંસા કરી ચુક્યા છે. ત્યારે તેમણે ભગવંત માનને ઈમાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube