Navjot Singh Sidhu Walk Out: 10 મહિના બાદ પટિયાલા જેલમાંથી બહાર આવ્યા સિદ્ધુ, કહ્યું- લોકતંત્ર નામની કોઈ વસ્તુ નથી
Navjot Singh Sidhu Released: કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ જેલમાંથી બહાર આવી ગયો છે. લગભગ 10 મહિના બાદ જેલમાંથી સિદ્ધુની મુક્તિ થઈ છે. જેલની બહાર તેના સમર્થકોએ સિદ્ધુનું સ્વાગત કર્યું હતું.
પટિયાલાઃ Navjot Singh Sidhu Walk Out of Jail: કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાંથી બહાર આવી ગયા છે. રોડ રેઝ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા થી છે, પરંતુ આજે તેમને એક વર્ષની સજા પૂરી થવાના 48 દિવસ પહેલાં છોડી દેવામાં આવ્યા છે. આ દરમિયાન જેલની બહાર તેના સમર્થકોની ભીડ જોવા મળી હતી. ઢોલ-નગારા સાથે સિદ્ધુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શુક્રવારે સિદ્ધુ હેન્ડલથી તેના જેલમાંથી બહાર આવવાની જાણકારી આપવામાં આવી હતી. નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર દ્વારા શુક્રવારે ઇમોશનલ પોસ્ટ કરવામાં આવી હતી.
જેલમાંથી બહાર આવીને નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ કે અત્યારે લોકતંત્ર નામની કોઈ વસ્તુ નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પંજાબને નબળુ પાડવાનો પ્રયાસ કર્યો તો નબળા પડી જશો.
રાહુલ ગાંધીના નામે આ મહિલાએ કર્યું પોતાનું ચાર માળનું મકાન, દિલ્હીના આવેલું છે ઘર
જેલના નિયમો અનુસાર મુક્તિ
નવજોત સિંહ સિદ્ધુને 1990ના એક રોડ રેઝ કેસમાં 19 મે 2022ના કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તે પટિયાલાની જેલમાં બંધ હતો. પરંતુ આજે આશરે 48 દિવસ પહેલાં તેને છોડી દેવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે જેલના નિયમો અનુસાર કેદીઓને દર મહિને 4 દિવસની રજા આપવામાં આવે છે. એક વર્ષની સજા દરમિયાન સિદ્ધુએ એકપણ દિવસની રજા લીધી નથી, જેના કારણે તેને વહેલો બહાર કરવામાં આવ્યો હતો.
પત્નીએ ઈમોશનલ પોસ્ટ કરી
સિદ્ધુની પત્ની નવજોત કૌરે શુક્રવારે કેન્સરના ઓપરેશન માટે જતા પહેલા બે ઈમોશનલ પોસ્ટ કરી હતી. નવજોત કૌરે લખ્યું હતું કે તેણે સિદ્ધુને પાઠ ભણાવવા માટે ભગવાન પાસે મૃત્યુની માંગ કરી હતી. તેના પતિના પંજાબ પ્રત્યેના પ્રેમે તેને કોઈપણ પ્રકારના લગાવથી પરે મૂકી દીધી હતી. તેણે આગળ લખ્યું કે 'તારી રાહ જોઈ, તમને વારંવાર ન્યાયથી વંચિત જોયા. પરંતુ સત્ય એટલું શક્તિશાળી છે કે તે તમારી વારંવાર પરીક્ષા કરે છે. માફ કરશો, તમારી રાહ જોઈ શકતો નથી, કારણ કે આ કેન્સરનો બીજું ઘાતક સ્ટેજ છે. આજે હું સર્જરી માટે જાઉં છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube