કરતારપુર: પંજાબ કોંગ્રેસ ચીફ નવજોત સિંહ સિદ્ધુએ ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જેનાથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. નવજોત સિંહ સિદ્ધુ આજે (શનિવારે) પાકિસ્તાનના કરતારપુર સાહિબ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મારા મોટા ભાઈ છે. અગાઉ જ્યારે એવા સમાચાર આવ્યા હતા કે નવજોત સિંહ સિદ્ધુને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે ત્યારે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, જો ઈમરાન ખાનના મિત્ર અને પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા સિદ્ધુ મુખ્યમંત્રી બનશે તો વિનાશકારી હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવજોત સિંહ સિદ્ધુ અગાઉ 18 નવેમ્બરે પાકિસ્તાનના કરતારપુર જવાના હતા પરંતુ ગૃહ મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને મંજૂરી આપી ન હતી અને સિદ્ધુનું નામ ત્રીજા તીર્થયાત્રીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ પહેલા ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કરતારપુર પહોંચ્યા હતા.


કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂ શનિવારે ભારત પાકિસ્તાન સરહદ પાર કરીની કરતારપુર સાહિબ ગુરુદ્ધારાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. કરતારપુર પહોંચેલા સિદ્ધુનો એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે જેમાં પાકિસ્તાની અધિકારીઓ તેમનું સ્વાગત કરતા જોઈ શકાય છે. આ દરમિયાન સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિશે કહ્યું કે તેઓ તેમના મોટા ભાઈ છે અને તેમને ઈમરાન ખાન તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube