નવી દિલ્હી: નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) એકવાર ફરી વિવાદોમાં ઘેરાયા છે. પંજાબ કોંગ્રેસ ભવનમાં નવજોત સિંહ સિદ્ધૂ એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, તેમાં તેઓ ચરણજીત સિંહ ચન્ની સરકારની યોજનાઓ વિશે જણાવી રહ્યા હતા. આ કોન્ફરન્સમાં પત્રકાર સવાલ જવાબ કરી રહ્યા હતા. ત્યારે તેમને રાજ્ય સરકાર દ્વારા વહેંચવામાં આવી રહેલા લેબર કાર્ડ વિશે સવાલ પુછવામાં આવ્યા, તો તેઓ ચન્ની સરકારની સ્કીમ વિશે જણાવવા લાગ્યા અને વાત વાતમાં મોઢામાંથી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી બેઠા હતા.


સિદ્ધુએ કહ્યું, 'હું કહું છું કે અમારી સ્કીમ એવી નથી.. અમારી જે અર્બન ગેરંટી છે કોઈએ આપી છે ગેરંટી..@#$@@@..' અને વાત ચાલુ રાખી. ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર આ મુદ્દાનો વીડિયો શેર કર્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube