અમૃતસરઃ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ સામે આવ્યો છે. હવે નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યુ કે, ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રેડ શરૂ કરવો જોઈએ. અમૃતસરમાં સિદ્ધુએ કહ્યુ- મેં પહેલા પણ આગ્રહ કર્યો હતો કે, હું એકવાર ફરી આગ્રહ કરવા ઈચ્છુ છું કે બજાર શરૂ થવી જોઈએ. આ આપણે બધાને ફાયદો પહોંચાડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ કે, પાકિસ્તાન બોર્ડર બંધ થવાથી બધાને નુકસાન થઈ રહ્યું છે. જો બોર્ડર ખુલી જશે તો તેમાં વ્યાપારમાં મદદ મળશે. બોર્ડર ખુલી જથાવી ઘણા દેશોના વેપારના રસ્તા ખુલી જશે. તેમણે કહ્યું કે, ભારત-પાક વ્યાપાર 37 બિલિયન અમેરિકી ડોલર છે, તેનાથી 34 દેશ વ્યાપાર કરે છે, પરંતુ બોર્ડર બંધ હોવાથી માત્ર 3 બિલિયન ડોલરનો વેપાર થઈ રહ્યો છે. 


આ પણ વાંચોઃ દેશમાં વધી રહ્યો છે ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો, હવે મુંબઈમાં નોંધાયો કેસ  


સિદ્ધુએ કહ્યુ કે, ભારત-પાક બોર્ડર બંધ થવાતી પંજાબને ખુબ નુકસાન થઈ રહ્યું છે. બોર્ડર બંધ હોવાથી કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. તેનાથી પંજાબને આશરે 4 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે. સિદ્ધુએ આગળ કહ્યુ કે, ચૂંટણીમાં રોજગાર સૌથી મોટો મુદ્દો થવાનો છે. હું તમને ગેરંટી આપુ છું કે થોડા સમયની અંદર અમે તમને એક વિઝન આપીશું. બધાની પાસે આંખ છે, કોઈની પાસે વિઝન છે. 


સિદ્ધુએ જણાવ્યુ કે, ભારત-પાક વ્યાપારનું વર્તુળ 34 દેશ 37 બિલિયન અમેરિકી ડોલર છે. આપણે માત્ર US$3 બિલિયનનો વ્યાપાર કરી રહ્યાં છીએ, ક્ષમતાનો 5 ટકા પણ નથી. પંજાબને છેલ્લા 34 મહિનામાં 4 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે 15 હજાર નોકરી જતી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube