Navjot Singh Sidhu એ સોનિયા ગાંધીને લખ્યો પત્ર, 13 સૂત્રીય એજન્ડાને લઇને માંગ્યો મુલાકાતનો સમય
તાજા અપડેટ અનુસાર સિદ્ધૂએ પાર્ટી અધ્યક્ષના નામે લખેલા પત્રને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. જેના 13 સૂત્રીય એજન્ડાને તેમણે આગામી વિધાનસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં સામેલ કરવાની માંગ કરી છે.
નવી દિલ્હી: પંજાબ (Punjab) માં પ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC) ના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) ક્યારે કયો નિર્ણય લઇ લે તેનો અંદાજો લગાવવો આસાન નથી. ઘણા દિવસથી નારાજગી એટલે રિસાવવું મનાવવું અને વેટ એન્ડ વોચ જેવા અનુમાનો વચ્ચે જ્યારે સમાચાર આવ્યા કે સિદ્ધૂ પંજાબના અધ્યક્ષ પદ પર બનેલા રહેશે. તો માનવામાં આવે છે કે હવે પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ અટકી ગયું છે. પરંતુ એવું કંઇ લાગતું નથી કારણ કે તેમણે ફરી એકવાર પાર્ટીની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) પાસે મળવાનો સમય માંગ્યો છે.
સિદ્ધૂની સવિનય અવજ્ઞ!
તાજા અપડેટ અનુસાર સિદ્ધૂએ પાર્ટી અધ્યક્ષના નામે લખેલા પત્રને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. જેના 13 સૂત્રીય એજન્ડાને તેમણે આગામી વિધાનસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં સામેલ કરવાની માંગ કરી છે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધૂએ 15 ઓક્ટોબરે જ આ પત્ર સોનિયા ગાંધીને મોકલી દીધો છે અને તેમની સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. પરંતુ અત્યાર સુધી સમય ન મળવાના કારણે તેમણે પત્ર મીડિયામાં જાહેર કરી દીધો છે.
સોશિયલ મીડિયા પર સિદ્ધૂની ચિઠ્ઠી
તાજેતરમાં જ સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓને બે ટૂક કહ્યા હતા કે મીડિયા અથવા સોશિયલ મીડિયા દ્વારા પોતાની વાત રાખવાના બદલે સીધી તેમની સાથે મુલાકાત કરવામાં આવે. અત્યારે તે આદેશના 24 કલાક પણ વિત્યા નથી કે સિદ્ધૂએ તે આદેશનું ઉલ્લંઘ કરતાં પોતાની વાત સાર્વજનિક કરી દીધી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube