લાંબા સમયથી ચૂપચાપ બેસેલા નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં કંઈ મોટું કરવાની ફિરાકમાં
દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના પરિણામ બાદ પંજાબ (Punjab) ની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી ચૂપચાપ બેસી રહેલા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અને આપ પાર્ટી વચ્ચે સંપર્ક થવાની ચર્ચાઓ કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોનું કહેવુ છે કે, સિદ્ધુએ ફરીથી અમરિંદર સરકારમાં આવવાની કોઈ પણ શક્યતાનો ઈન્કાર કર્યો છે. તો આપ (AAP) હવે ફરીથી તેઓને પોતાના ખેમામાં લાવવાના પ્રયાસોમાં લાગી ગયું છે. પાર્ટીના સ્ટાર પ્રચારક હોવા છતા સિદ્ધુ દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા ગયા ન હતા.
ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના પરિણામ બાદ પંજાબ (Punjab) ની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી ચૂપચાપ બેસી રહેલા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અને આપ પાર્ટી વચ્ચે સંપર્ક થવાની ચર્ચાઓ કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોનું કહેવુ છે કે, સિદ્ધુએ ફરીથી અમરિંદર સરકારમાં આવવાની કોઈ પણ શક્યતાનો ઈન્કાર કર્યો છે. તો આપ (AAP) હવે ફરીથી તેઓને પોતાના ખેમામાં લાવવાના પ્રયાસોમાં લાગી ગયું છે. પાર્ટીના સ્ટાર પ્રચારક હોવા છતા સિદ્ધુ દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા ગયા ન હતા.
રાશિફળ 17 ફેબ્રુઆરી: તનતોડ મહેનત કે પછી આરામનો છે દિવસ, ખાસ જાણીને નીકળશો સોમવારનું રાશિફળ
સૂત્રો એમ પણ કહે છે કે, જો સિદ્ધુ દિલ્હીમાં પ્રચાર કરવા જાત તો તેઓને આપ સરકાર વિરુદ્ધ બોલવુ પડતું અને કોંગ્રેસમાં અલગ-થલગ પડેલા સિદ્ધુ આવુ કરવા માંગતા ન હતા. ઉલ્લેખનીય છે કે, બીજેપી છોડ્યા બાદ આમ આદમી પાર્ટીએ તેમનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યારે કોઈ વાત બની શકી ન હતી. પરંતુ હવે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે.
દિલ્હીમાં ઐતિહાસિક સફળતા મળ્યા બાદ હવે પંજાબમાં ફરીથી આપ પાર્ટી સક્રિય થવા માંગે છે. જોકે, પંજાબમાં આપ પાર્ટી ઘણી તકલીફોનો સામનો કરી રહી છે. પાર્ટીમાં અંદર અનેક સક્રિય કાર્યકર્તાઓ તો છે, પરંતુ ભગવંત માનને છોડીને તેમની પાસે કોઈ મોટો ચહેરો નથી. આપ પાર્ટી ઈચ્છે છે કે, જેમ દિલ્હીમાં તેમની પાસે કેજરીવાલ જેવો મોટો ચહેરો અને નામ હતું તેવું જ તેમની પાસે પંજાબમાં પણ હોય. પાર્ટી લાંબા સમયથી કોઈ મોટા જાટ ચહેરાની શોધમાં છે અને સિદ્ધ પર તેમની શોધ આવીને અટકી જાય છે.
કેટલાક મીડિયા રિપોર્ટસમાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે, દિલ્હીમાં આપ પાર્ટીની ચૂંટણી રણનીતિ બનાવી રહેલ પ્રશાંત કિશોર સિદ્ધુ અને આપની વચ્ચે એક પુલ તરીકેનું કામ કરી રહ્યાઁ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...