મુંબઈઃ પૂર્વ ક્રિકેટર, નેતા અને ટીવી શોમાં કામ કરતા નવજોત સિંહ સિદ્ધુ દ્વારા પુલવામા હુમલા અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ હવે તેની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. તેના નિવેદન બાદ દેશભરમાં તેમના સામે હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું તો હવે મુંબઈની ફિલ્મસિટીમાં પણ તેમના પ્રવેશ પર પ્રતિબંધની સ્થિતિ ઊભી થઈ છે. જાણીતા કોમેડી શોમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ હવે સિદ્ધુને વધુ એક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એટલે કે FWICEએ ફિલ્મસિટી મેનેજમેન્ટને એક પત્ર લખીને સિદ્ધુના ફિલ્મસિટીમાં પ્રવેશ પર પ્રતિબંધની માગ કરી છે. કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા બાદ પૂર્વ ક્રિકેટર અને એક કોમેડી શોમાં જજની ભૂમિકા ભજવનારા નવજોત સિંહ સિદ્ધુના વિવાદિત નિવેદનને ગંભીરતાથી લેતા FWICE દ્વારા આ પત્ર લખાયો છે. 


મોદી સરકારની વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક, પાણી માટે તરસી જશે પાકિસ્તાન


પત્રમાં લખાયું છે કે, તેઓ તેમના સ્ટૂડિયોમાં નવજોત સિંહ સિદ્ધુ અને પાકિસ્તાની કલાકારો તથા ગાયકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવે અને તેમનું કોઈ પણ શૂટિંગ કરવાની મંજૂરી ન આપે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝમાં કુલ 29 યુનિનય છે અને તેના સભ્યોની સંખ્યા લાખોમાં છે. આ બધા જ લોકો ફિલ્મ અને ટીવી શો નિર્માણના વિવિધ એકમો સાથે જોડાયેલા છે. 


ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ સિદ્ધુ પાકિસ્તાનની તરફેણ કરતા જોવા મળ્યા હતા. તેમના આ નિવેદનથી દેશભરમાં લોકો નારાજ છે. આજકાલ સોશિયલ મીડિયા પર પણ સિદ્ધુનો જારદાર વિરોધ થઈ રહ્યો છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...