નવી દિલ્હીઃ નવજોત સિંહ સિદ્ધુને એકલા પાકિસ્તાન જવા માટેની મંજુરી આપવામાં આવી નથી. વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર જો સિદ્ધુ કોઈ જથ્થાની સાથે જાય છે તો તેમને પાકિસ્તાન જવાની મંજુરી મળશે, પરંતુ તેઓ જથ્થા વગર એકલા જઈ શકશે નહીં. આ સાથે જ વિદેશ મંત્રાલયે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિત જે સાંસદો અને મંત્રીઓ જથ્થા સાથે કરતારપુર જવાના છે તેની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના નિમંત્રણનો સ્વીકાર કર્યા પછી પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ શનિવારે વિદેશ મંત્રી એસ. જયશંકરને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા પાકિસ્તાન જવા અંગે સરકારની મંજુરી માગી હતી. ઈમરાન ખાન સિદ્ધુના મિત્ર છે અને પાકિસ્તાન સરકાર દ્વારા 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું પાકિસ્તાનમાં ઈમરાન ખાન જે સમારોહમાં ઉદઘાટન કરવાના છે તેમાં સામેલ થવા માટે સિદ્ધુને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. ક્રિકેટરમાંથી નેતા બનેલા સિદ્ધુએ આ નિમંત્રણ સ્વીકાર્યું છે. 


કેપ્ટન અમરિંદરે કહ્યું- કરતારપુર કોરિડોર ખોલવા પાછળ પાકિસ્તાનનો એજન્ડા છુપાયેલો છે


સિદ્ધુએ ભારતની પંજાબ સરકાર અને વિદેશ મંત્રાલયને પાકિસ્તાન જવા માટે મંજુરી આપવા પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, "એક વિનમ્ર શિખ તરીકે અમારા મહાન ગુરુ બાબા નાનકના આ ઐતિહાસિક અવસરે શ્રદ્ધાંજલિ અર્પિત કરવી અને અમારા મૂળિયા સાથે જોડાવું એક મહાન સન્માન હશે. આથી આ શુભ પ્રસંગે પાકિસ્તાન જવાની મંજુરી આપવા નમ્ર વિનંતી છે." ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઈમરાન ખાનના શપથ સમારોહમાં નવજોત સિંહ સુદ્ધુ દ્વારા ભાગ લેવાના કારણે ભારતમાં મોટો વિવાદ ઊભો થયો હતો. 


પંજાબના ડેરા નાનક બાબામાં આતંકવાદીઓની ઘુસણખોરીના ઇનપૂટઃ BSFને રિપોર્ટ આપવા આદેશ


ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેરા બાબા નાનક ખાતે એક જાહેર સભા સંબોધવાના છે અને અહીંથી તેઓ કરતારપુર કોરિડોર અને પેસેન્ડર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરવાના છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાનના પંજાબ રાજ્યના નોરવલ જિલ્લામાં બનેલા કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....