નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના ઉદઘાટન સમારોહમાં જવા માટે મંજુરી આપી દીધી છે. જોકે, સિદ્ધુ અટારી બોર્ડર પરથી નહીં પરંતુ કરતારપુર કોરિડોરના માર્ગે પાકિસ્તાન જઈ શકશે. સિદ્ધુએ આજે સરકારને ત્રીજી વખત પત્ર લખીને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા પાકિસ્તાન જવાની મંજુરી માગી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી સિદ્ધુને વિઝા સાથે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધુએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, "હું સ્પષ્ટ રીતે જણાવા માગું છું કે, જો સરકારને માર્ગમાં કોઈ અડચણ છે અને મને મંજુરી નથી આપતી તો હું નહીં જાઉં. પરંતુ જો તમે મારા ત્રીજા પત્રનો જવાબ નહીં આપો તો હું શિખ શ્રદ્ધાળુઓ સાથે પાકિસ્તાન જઈશ." 


કરતારપુર ગુરુદ્વારા સાહિબ જનારા શ્રદ્ધાળુઓએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવો જરૂરીઃ વિદેશ મંત્રાલય


આ અગાઉ બુધવારે પાકિસ્તાન હાઈ કમિશને નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાન જવા માટેનો વિઝા આપી દીધો હતો. સિદ્ધુને કરતારપુર કોરિડોરના ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવું છે, પરંતુ તેના માટે તેમણે ભારત સરકાર પાસે રાજકીય મંજુરી માગી હતી, જે હવે મળી ગઈ છે. 


ધારાસભ્ય હોવાના કારણે મંજુરી જરૂરી
નવજોત સિંહ સિદ્ધુ એક સામાન્ય નાગરિક તરીકે વિઝા સાથે વાઘા બોર્ડર તો પાર કરી શકે એમ હતા, પરંતુ ભારતીય વિધાનસભાના એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તેમને રાજકીય મંજુરી લેવી જરૂરી હતી. આ કારણે તેમણે પત્ર લખીને વિદેશ મંત્રાલય પાસે મંજુરી માગી હતી. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....