નવી દિલ્લીઃ નવરાત્રિનો આઠમો દિવસ છે, આ દિવસને મહાષ્ટમી અથવા દુર્ગાષ્ટમી કહેવામાં છે. ચૈત્ર શુક્લ અષ્ટમીએ માતા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. માતા મહાગૌરી તમામ સંકટને દૂર કરનારી દેવી છે. આજના દિવસ કેટલાક સ્થાનો પર કન્યા પૂજન પણ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દંતકથાનુસાર, ભગવાન શિવને પતિ સ્વરૂપમાં મેળવવા માટે દેવી ગૌરીએ કઠોર તપ કર્યુ. જેના કારણે તેમનુ શરીર કાળુ પડી ગયુ. તેમની તપસ્યાથી ભગવાન શંકર પ્રસન્ન થયા હતા અને દેવી ગૌરીની મનોકામના પૂરી હતી સાથે જ તેમને ગૌરવર્ણ પ્રદાન કર્યો હતો.  


માં ગૌરીનું આ સ્વરૂપ ખૂબ જ સરસ, સુલભ અને મોહક છે. માતાજીનાં બધા આભૂષણ અને વસ્ત્ર સફેદ છે માટે તેમને શ્વેતામ્બરી પણ કહેવામાં આવે છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેવાળા જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરવાળા ડાબા હાથમાં ડમરૂ અને નીચેના ડાબા હાથમાં વર-મુદ્રા છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે. તેમની ઉપાસનાથી ભક્તોના બધા કષ્ટો દૂર થઈ જાય છે. મા ગૌરીની ઉપાસના નીચે લખેલા મંત્રોથી કરવી જોઈએ.


या देवी सर्वभू‍तेषु माँ गौरी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।


દુર્ગાષ્ટમીની પૂજા બાદ મહિલાઓ પોતાના સૌભાગ્ય માટે માતાજીને ચુંદડી અર્પણ કરે છે. કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. મા મહાગૌરીનુ ધ્યાન, સ્મરણ, પૂજન-આરાધના ભક્તો માટે સર્વવિધ કલ્યાણકારી છે.