નવી દિલ્લીઃ નવરાત્રિમાં માતાજીનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કર્યા બાદ નોમનાં દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.  માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. માં સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે. માતાની ચાર ભુજાઓ છે, જેમાં તેઓ ગદા, શંખ, ચક્ર અને કમળનું ફૂલ ધારણ કરે છે. માતા સિદ્ધિદાત્રીનું વાહન સિંહ છે. માતા સિદ્ધિદાત્રીની 8 સિદ્ધિઓ છે જેમ કે અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૌરાણિક કથાનુસાર, ભગવાન શંકરે પણ માતાજીના આ સ્વરૂપની પૂજા કરીને સિદ્ધિ મેળવી હતી. તેમનું અડધુ શરીર સ્ત્રીનું અને અડધુ શરીર પુરુષનું થઈ ગયુ હતુ, આથી જ ભગવાન શંકર અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. સિદ્ધિદાત્રી એટલે સિદ્ધિઓ આપનારા માતાજી. મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી ભક્તના જીવનમાં સુખ આવે છે અને તેના અઘરામાં અઘરા કામો પાર પડે છે.


માં સિદ્ધિદાત્રીની આરાધના માટેનો મંત્ર:
या देवी सर्वभू‍तेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।


માં સિદ્ધિદાત્રીનું ધ્યાન:
वन्दे वांछित मनोरथार्थ चन्द्रार्घकृत शेखराम्।
कमलस्थितां चतुर्भुजा सिद्धीदात्री यशस्वनीम्॥
स्वर्णावर्णा निर्वाणचक्रस्थितां नवम् दुर्गा त्रिनेत्राम्।
शख, चक्र, गदा, पदम, धरां सिद्धीदात्री भजेम्॥
पटाम्बर, परिधानां मृदुहास्या नानालंकार भूषिताम्।
मंजीर, हार, केयूर, किंकिणि रत्नकुण्डल मण्डिताम्॥
प्रफुल्ल वदना पल्लवाधरां कातं कपोला पीनपयोधराम्।
कमनीयां लावण्यां श्रीणकटि निम्ननाभि नितम्बनीम्॥


મા સિદ્ધિદાત્રીનો સ્તોત્ર પાઠ:
कंचनाभा शखचक्रगदापद्मधरा मुकुटोज्वलो।
स्मेरमुखी शिवपत्नी सिध्दिदात्री नमोअस्तुते॥
पटाम्बर परिधानां नानालंकारं भूषिता।
नलिस्थितां नलनार्क्षी सिद्धीदात्री नमोअस्तुते॥
परमानंदमयी देवी परब्रह्म परमात्मा।
परमशक्ति, परमभक्ति, सिध्दिदात्री नमोअस्तुते॥
विश्वकर्ती, विश्वभती, विश्वहर्ती, विश्वप्रीता।
विश्व वार्चिता विश्वातीता सिध्दिदात्री नमोअस्तुते॥
भुक्तिमुक्तिकारिणी भक्तकष्टनिवारिणी।
भव सागर तारिणी सिध्दिदात्री नमोअस्तुते॥
धर्मार्थकाम प्रदायिनी महामोह विनाशिनी।
मोक्षदायिनी सिद्धीदायिनी सिध्दिदात्री नमोअस्तुते॥