નવી દિલ્લીઃ નવરાત્રિની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસોમાં વિધિ પૂર્વક માતાજીની સ્થાપના કરી અખંડ જ્યોત પ્રગ્ટાવવામાં આવે છે. અખંડ જ્યોત પ્રગ્ટાવતા સમયે કેટલાક લોકો અજાણતા જ ભૂલ કરી દે છે. તો ચાલો જોઈએ કે, અખંડ જ્યોત પ્રગ્ટાવતા સમયે શું ધ્યાન રાખવુ જોઈએ. 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. આસો સુદ એકમથી શરૂ થતી નવરાત્રિમાં માતાજીની પ્રતિમા લગાવીને પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિનો આ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસોમાં અખંડ જ્યોત પ્રગ્ટાવવાની માન્યતા છે. તો ચાલો જાણીએ અખંડ જ્યોતની માન્યતાઓ અને તેના નિયમ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખંડ જ્યોતની માન્યતા-
કોઈપણ શુભ કામને શરૂ લકરતા પહેલા દીપ પ્રગ્ટાવવાની માન્યતા રહેલી છે. કારણકે દીપ પ્રકાશ અને જીવનમાં ઉર્જાનું પ્રતિક છે. દીપ પ્રગ્ટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગ્ટાવવામાં આવે છે. અખંડ જ્યોતને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીાએ માન્યતાઓ અને નિયમો.


જ્યોતિ પ્રગ્ટાવવાના નિયમો-
અખંડ જ્યોત ઘરમાં પ્રગ્ટાવ્યા બાદ સાત્વિકતાનું પાલન કરવુ જરૂરી છે. ઘર પર કોઈ પ્રકારના અપવિત્ર વસ્તુ ન રાખવી. આ દરમિુયાન બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના દરમિયાન માંસ-મદિરાનાં સેવનથી દૂર રહેવુ જોઈએ.


  • જો જ્યોતિ માતાજીની મૂર્તિની પાસે છે તો, તેલનો દીવો માતાજીની ડાબી બાજુ અને ઘીનો દીવો જમણી બાજુએ રાખવાનું શુભ માનવામાં આવે છે. જ્યોતિ પ્રગ્ટાવતા સમયે ‘दीपम घृत दक्षे, तेल युत: च वामत:’ મંત્રનું સ્મરણ કરવામાં આવે છે. આ મંત્ર બોલ્યા બાદ જ્યોતિ પ્રગ્ટાવવાનું મહત્વ અને ફળ વધે છે.

  • અખંડ જ્યોતિનું ઓલવાઈ જવુ શુભ નથી, એટલા માટે તેને કાંચના ઢાંકણથી ઢાંકીને રાખવી જોઈએ. જેથી હવાનાં કારણે જ્યોત ઓલવાઈ ન જાય. જો જ્યોતિ ઓલવાઈ જાય તો પૂજાનાં દીવાથી ફરી પ્રગ્ટાવી શકો છો.

  • અખંડ જ્યોતને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે હંમેશા ઘરના કોઈ સ્વચ્છ સ્થાન પર અખંડ જ્યોત પ્રગ્ટાવો. જ્યોતની આસપાસ શૌચાલય કે બાથરૂમ ન હોવા જોઈએ.