નવી દિલ્લીઃ નવરાત્રીના ત્રીજા દિવસ માતા ચંદ્રઘંટા ની પૂજા કરવા માં આવે છે. પૌરાણિક કથા મુજબ એવું માનવા માં આવે છે કે મા પાર્વતી અને ભગવાન શિવ ના વિવાહ ની દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું। શિવ ના માથા પર અડધો ચંદ્ર આ વાત નો સાક્ષી છે. નવરાત્રી ના ત્રીજા દિવસે પીળા રંગ ને મહત્વ આપવા માં આવે છે. આ રંગ સાહસ નું પ્રતિક માનવા માં આવે છે. નવરાત્રીમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની થાય છે પૂજા. નવરાત્રીમાં માની પૂજા કરવામાં આવે છે. નવ દિવસના આ પર્વમાં માતાજીના નવ સ્વરૂપની પૂજા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રીના ત્રીજા દિવસ માતા ચંદ્રઘંટા ની પૂજા કરવા માં આવે છે. પૌરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, મા પાર્વતી અને ભગવાન શિવનાં વિવાહની દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું. લગ્ન બાદ માંએ પોતાના કપાળ પર અર્ધચંદ્રનો શણગાર કરવાનું શરૂ કર્યું અને ત્યારથી માતાનું એક નામ ચંદ્રઘંટા પડ્યું.


હિંદુ માન્યતા અનુસાર, શુક્ર ગ્રહ પર માતા ચંદ્રઘંટાનું શાસન છે અને જે લોકો નવરાત્રિની તૃતીયા તિથિએ તેમની પૂજા કરે છે તેમના તમામ અવરોધો, ચિંતાઓ, પીડા વગેરેથી મુક્તિ મેળવે છે. માતાની સાવરી વાઘ છે, અને દસ હસ્તમાં ત્રિશુળ, કમંડળ, કમળ, ગદા, તલવાર, ધનુષ્ય, બાણ, જપમાળા અને અભયમુદ્રા ધારણ કરે છે. નવરાત્રીના ત્રીજા દિવસે પીળા રંગને મહત્વ આપવામાં આવે છે. માતા ચંદ્રઘંટાને ફૂલ અર્પણ કરી, ધૂપ કરી અને તિલક કરવામાં આવે છે. ચંદ્રઘટા માંના મંત્રોનો જાપ-પાઠ કરવો.


પિંડજપ્રવરારુડા, ચંદકોપસ્તકરાયુતા.
પ્રસાદમ તનુતે મહાયમ, ચંદ્રઘંટી વિશ્રુત.


આપદુદ્ધારિણી ત્વંહિ આદ્ય શક્તિ: શુભ।
અણિમાદી સિદ્ધદીત્રી ચંદ્રઘટા પ્રણમભ્યમ્॥
ચંદ્રમુખી ઈષ્ટ દાત્રી ઈષ્ટ મંત્ર સ્વરૂપનિમ.
ધનદાત્રી, આનંદદાત્રી ચંદ્રઘંટે પ્રણમભ્યહમ્.
નનરરૂપધારિણી ઈચ્છનીય ઈશ્વર્યદાયનીમ્.
સૌભાગ્યરોગ્યદાયિની ચંદ્રઘંટપ્રણમભ્યહમ્॥