નવી દિલ્લીઃ નવરાત્રિના પાંચમાં નોરતે સ્કંદમાતાની પૂજા, આરાધના કરવાનું વિશેષ મહત્વ છે. સ્કંદમાતા મૂર્તિ પ્રેમ અને વાત્સલ્યનું પ્રતિક છે. સાથે જ તે સાક્ષાત દુર્ગાનું પ્રતિક છે. માં દુર્ગાએ આ રૂપમાં કુમાર કાર્તિકેયને જન્મ આપ્યો હોવાથી સ્કંદમાતા કહેવાયા. સ્કંદ કુમાર, એટલે કે કાર્તિકેય, અને તેમના માતા એટલે માં પાર્વતી. સ્કંદકુમારનાં માતા હોવાના કારણે માતાનાં આ સ્વરૂપને સ્કંદમાતા કહેવામાં આવે છે. સ્કંદજી બાળકના રૂપમાં માતાના ખોળામાં બિરાજમાન છે. સ્કંદમાતા સફેદ વસ્ત્ર ધારણ કરીને કમળના ફૂલ પર બિરાજમાન છે. સ્કંદમાતાને ચારભુજા છે. ઉપરના જમણા હાથમાં પુત્ર સ્કંદને પકડી રાખ્યો છે અને તેમના નીચેના જમણા અને એક ડાબા હાથમાં કમળનું ફૂલ છે, જ્યારે માતાનો બીજો ડાબો હાથ અભય મુદ્રામાં રહે છે. એવું માનવામાં આવે છે કે, જે રીતે માતા પોતાના ભક્તો પર બાળકની જેમ આર્શીવાદ રાખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવી મા તેમના ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. તેમજ સ્કંદમાતા આપણને શીખવે છે કે આપણું જીવન એક સંઘર્ષ છે અને આપણે પોતે જ આપણા સેનાપતિ છીએ. સ્કંદમાતાની પૂજા કરવાથી બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે, કારણકે બુધ ગ્રહ સ્કંદમાતા દ્વારા શાસન કરે છે.


હિંદુ પૌરાણિક શાસ્ત્રોમાં સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થઇ જાય છે. ભક્તને મોક્ષ મળે છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે એના ઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય થઇ જાય છે.


सिंहासनगता नित्यं पद्माञ्चित करद्वया।
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥


આ મંત્રનો જાપ કરવાથી તમને ન માત્ર બુધ સંબંધિત પરેશાનીઓથી છુટકારો મળશે, પરંતુ તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ બની રહેશે.