રાજન મોદી, અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેટલો પરિશ્રમ કરે છે તેટલો પરિશ્રમ દેશનો કોઈ નેતા કરતું નથી. કદાચ વિશ્વનો પણ એવો કોઈ નેતા નહીં હોય જે 15થી 20 કલાક કામ કરતો હોય. નરેન્દ્ર મોદી શક્તિ ઉપાસક છે. અને તેમની માઈભક્તિથી સૌ કોઈ વાકેફ છે. અંબાજી માતામાં તેમની અપાર શ્રદ્ધા છે. તેઓ સરકારમાં ન હતા ત્યારે પણ અવાર નવાર અંબાજીમાં દર્શન કરવા માટે જતા હતા. જ્યારે સરકારમાં આવ્યા ત્યારે પણ અવાર નવાર અંબાજીની મુલાકાત લેતા હતા. આજે અંબાજીનો જે વિકાસ જોવા મળી રહ્યો છે તે નરેન્દ્ર મોદીને જ આભારી છે. થોડા દિવસ પછી મા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આકરી ઉપાસના કરશે. માત્ર લીંબુ પાણી પર સમગ્ર નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખશે. આ આકરી તપશ્રિયાથી અમેરિકા પણ ચોંકી ગયું હતું. ત્યારે કેવા હોય છે પ્રધાનમંત્રી મોદીના ઉપવાસ?. જોઈશું આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત છે 2014ની છે. નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના દિવસે તરીકે પ્રથમ વખત અમેરિકા પહોંચ્યા હતા. અમેરિકા પહોંચતા જ પ્રધાનમંત્રીનું જે સ્વાગત કરાયું હતું તેના કારણે દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. આ જ સમયે શરદ નવરાત્રિ શરૂ થઈ ગઈ હતી અને પ્રધાનમંત્રી 9 દિવસના ઉપવાસ પર હતા. 30 સપ્ટેમ્બરના દિવસે તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રધાનમંત્રીના માનમાં વ્હાઇટ હાઉસમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, પરંતુ મોદીએ ફક્ત નવશેકું પાણી જ પીધું હતું.  અમેરિકન મીડિયા પ્રધાનમંત્રીની આ ઘટનાથી ખૂબ જ પ્રભાવિત થયું હતું. મોટા ભાગનાં અમેરિકન અખબારોએ તેમના આ શ્રદ્ધાભાવ પર ઘણા સમાચાર પ્રકાશિત થયા હતા. 


એકવાર પ્રધાનમંત્રી એ તેમના બ્લોગ અને કાવ્યસંગ્રહ 'સાક્ષીભાવ'માં લખ્યું હતું કે નવરાત્રિનો ઉપવાસ એ તેમની વાર્ષિક આત્મશુદ્ધીકરણ કસરત છે, જે તેમને દરરોજ રાત્રે અંબા માતા સાથે સંપર્ક કરવાની શક્તિ અને ક્ષમતા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૈત્ર અને શરદ બંને નવરાત્રિના ઉપવાસ કરે છે.


કેવી છે PM મોદીની વ્રતપદ્ધતિ?
- સાંજના સમયે માત્ર લીંબુપાણી પીવે છે.
- ગુજરાતમાં તેમની નજીકની જાણકાર વ્યક્તિઓનું કહેવું છે કે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાબુદાણાથી બનેલી વાનગી ખાવાની છૂટ છે, પરંતુ મોદી એ પણ ખાતા નથી.
- આ સમય દરમિયાન હંમેશાંની જેમ પ્રધાનમંત્રી સવારે યોગ કરે છે અને ધ્યાન પણ કરે છે.
- ઉપવાસ દરમિયાન પ્રધાનમંત્રી વ્યસ્ત દિનચર્યા હોવા છતાં દરરોજ સવારે પૂજા ચોક્કસપણે કરે છે.
- PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવરાત્રિ દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ એક કલાક વહેલાં રાત્રે આશરે 10 વાગે જ પોતાનું કામ પતાવી દેતા હતા, પરંતુ હવે પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ આવી કોઈ છૂટ લેતા નથી.
- પોતાના ઉપવાસ વિશે પ્રધાનમંત્રી વધારે વાત કરતા નથી. તેમણે વર્ષ 2012માં પોતાના બ્લોગમાં પ્રથમ વખત નવરાત્રિના ઉપવાસ વિશે જણાવ્યું હતું.
- વિજયાદશમી દરમિયાન મોદી શસ્ત્રપૂજનમાં પણ ભાગ લે છે.
- ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ગાંધીનગર સ્થિત તેમના ઘરે પોલીસ અને સુરક્ષાકર્મીઓ સાથે વિજયાદશમી પર પોતે શસ્ત્રપૂજન કરતા હતા.


કઈ મોટી ઈવેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીના હતા ઉપવાસ?
2019ની લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલથી શરૂ થવાનું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી હજારો કિલોમીટરની હવાઈ સફર કરી સતત ચૂંટણી પ્રચાર કરતા હતા. કાળઝાળ ગરમીમાં મોદી માત્ર પાણી અને લીંબુપાણી પીતા હતા.


આસામ ચૂંટણી પ્રચાર-
2015માં નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પ્રથમ દિવસે આસામના કામાખ્યાદેવીના મંદિરમાં પૂજા-અર્ચના કરી ઉપવાસની શરૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ થયું હતું. પ્રથમ વખત પૂર્વોત્તરના રાજ્યમાં ભાજપની સરકાર બની હતી.


GST બિલ પાસ થવું-
29 માર્ચ 2017માં GST બિલ લોકસભામાં પાસ થયું એ દરમિયાન પ્રધાનમંત્રી ચૈત્ર નવરાત્રિના ઉપવાસ પર હતા. GST બિલને આઝાદી પછીનો સૌથી મોટો ટેક્સ સુધારો કહેવામાં આવે છે. આ અવસરે સંસદને સ્વતંત્રતા દિવસની જેમ સજાવીને વિશેષ સમારોહ યોજાયો હતો.


ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચારની શરૂઆત-
પ્રધાનમંત્રીને 2016માં નવરાત્રિના ઉપવાસ પછી દશેરા ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સેલિબ્રેટ કર્યો હતો. ત્યાંથી જ તેમણે યુપીમાં ચૂંટણીપ્રચાર અભિયાનની શરૂઆત પણ કરી હતી. મે, 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. રાજ્યની સત્તામાં 15 વર્ષ પછી ભાજપનું કમબેક થયું હતું.


ભારતના નવા PMએ માત્ર ગરમ પાણી પીધું: વોશિંગ્ટન પોસ્ટ
અમેરિકન-બ્રિટિશ સમાચાર પત્રએ આવી રીતે આશ્ચર્ય દેખાડ્યું હતુંકે, ભારતના નવા PMએ માત્ર ગરમ પાણી પીધું. અમેરિકન ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટે લખ્યું, ભારતના નવા પ્રધાનમંત્રીએ ઓબામા સાથે ડિનરમાં માત્ર ગરમ પાણી પીધું. મોદી છેલ્લાં 40 વર્ષથી નવરાત્રિના ઉપવાસ રાખે છે. મહેમાનોએ બકરીના દૂધનું પનીર, એવાકાડો અને શિમલા મરચું, બાસમતી ભાતની સાથે અને મેંગો ક્રીમ બ્રુલીની મજા માણી.


ભારતના PMને વ્હાઈટ હાઉસના ડિનરમાં ઉપવાસ કર્યો: વોલ સ્ટ્રીટ જનરલ-
વોલ સ્ટ્રીટ જનરલે લખ્યું, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ઓબામા સાથે ડિનર અને ઉપરાષ્ટ્રપતિ જો બાઇડન સાથે લંચ કર્યું. આ દરમિયાન કોઈ મૂંઝવણ જ ઊભી ન થઇ ,કારણ કે તેમણે કઈ ખાધું જ નહીં. આવું આયોજન ઘણી સાવચેતીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. તેમાં મહિનાઓનો સમય લાગી જાય છે. મહેમાનો વિશેની તમામ જાણકારીની આપ-લે થાય છે. આ ઉપવાસ અનપેક્ષિત પરીક્ષા હતી.


ધર્મનિષ્ઠ હિંદુ નરેન્દ્ર મોદી ઉપવાસ પર રહેશે: ધ ગાર્ડિયન-
બ્રિટિશ ન્યૂઝપેપર ધ ગાર્ડિયને એક દિવસ પહેલાં લખ્યું કે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બાઇડન સાથે લંચ અને રાષ્ટ્રપતિ ઓબામા સાથે ડિનર ઘણું ફળદાયી હશે, કારણ કે ધર્મનિષ્ઠ હિંદુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપવાસ પર રહેશે.