નવી દિલ્હી: ઇડીએ મુંબઇ અંડરવર્લ્ડની ગતિવિધિઓ સાથે જોડાયેલી મની લોન્ડ્રીંગના એક મામલે બુધવારે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ધરપકડ કરી છે. એનસીપી નેતા નવાબ મલિક સાથે ઇડીએ સવારે પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ નવાબ મલિકે કહ્યું કે હું લડીશ, ડરીશ નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધરપકડ પહેલાં ઇડીના અધિકારી જણાવ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 62 વર્ષીય નેતા મલિક અહીં બૈલાર્ડ એસ્ટેત વિસ્તારમાં સ્થિત ઇડી કાર્યાલયમાં સવારે આઠ વાગે પહોંચ્યા અને એજન્સી પીએમએલએ હેઠળ તેમનું નિવેદન નોંધી રહી છે. 


મલિક ગત કેટલાક મહિનાથી ચર્ચામાં છે, જ્યારથી તેમણે એન્ટ્રી ડ્રગ્સ એજન્સી એનસીબીના મુંબઇ વિસ્તારાના પૂર્વ નિર્દેશક સમીર વાનખેડે વિરૂદ્ધ અંગત અને સેવા સાથે જોડાયેલા આરોપો લગાવ્યા હતા. મલિકના જમાઇ સમીર ખાનને ગત વર્ષે માદક પદાર્થના એક કેસના મામલે એનસીબીએ ધરપકડ કરી હતી. 


અંડરવર્લ્ડની ગતિવિધિઓ, મિલકતની ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને હવાલા લેણદેણ સંબંધમાં ઇડીએ 15 ફેબ્રુઆરીએ મુંબઇમાં રેડ પાડી હતી અને એક નવો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ મલિકની ધરપકડ કરી લેવામાં આવી છે.


એજન્સીઓએ 10 સ્થળો પર રેડ પાડી હતી જેમાં 1993 બોમ્બ બ્લાસ્ટના મુખ્ય કાવતરાખોર દાઉદ ઇબ્રાહીમની દિવંગત બહેન હસીના પારકર, ભાઇ ઇકબાલ કાસકર અને છોટા શકીલના સંબંધી સલીમ કુરૈશી ઉર્ફે સલીમ ફ્રૂટના પરિસરમાં સામેલ છે. કાસકર પહેલાંથી જ જેલમાં છે જેને એજન્સીએ ગત અઠવાડિયે ધરપકડ કરી હતી. ઇડીએ પાર્કરના પુત્ર સાથે પૂછપરછ કરી હતી. 


જાણો કોણ છે નવાબ મલિક?


• વરિષ્ઠ NCP નેતા અને મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના પ્રધાન


• નવાબ મલિકને NCPનો મુસ્લિમ ચહેરો માનવામાં આવે છે


• 20 જૂન 1959ના રોજ ઉત્તર પ્રદેશના બલરામપુરમાં જન્મ થયો છે. 


• નવાબ મલિકનો પરિવાર 1970માં મુંબઈમાં સ્થાયી થયો.


• મુંબઈની અંજુમન સ્કૂલમાંથી દસમાનો અભ્યાસ કર્યો. 


• બુરહાની કોલેજમાંથી સ્નાતક થયા.


• નાના વ્યવસાયથી કારકિર્દીની શરૂઆત કરી.


• રાજકીય સફર સમાજવાદી પાર્ટીથી શરૂ થઈ.


• 1996માં મુંબઈમાં નેહરુ નગર બેઠક પરથી પેટાચૂંટણી જીતી.


• 1999માં નહેરુ નગર બેઠક પરથી ફરી જીત્યા.


• 2004માં સમાજવાદી પાર્ટી છોડીને શરદ પવારની પાર્ટી NCPમાં જોડાયા.


• 2004ની ચૂંટણીમાં નહેરુ નગર બેઠક પરથી જીતની હેટ્રિક નોંધાવી


• 2009માં અનુશક્તિ નગરથી ચૂંટણી લડી અને ચોથી વખત જીતી


• 2014ની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર સામે ઓછા માર્જિનથી હાર્યા


• 2019માં અનુશક્તિ નગરથી પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા


• નવાબ મલિકને NCPના ક્વોટામાંથી લઘુમતી બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યા હતા


• નવાબ મલિક ED દ્વારા ધરપકડ કરાયેલા બીજા NCP મંત્રી છે


• અગાઉ, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube