કોંગ્રેસ સાથે ચર્ચા બાદ જ સરકાર બનાવવા અંગે લેવાશે નિર્ણય, શરદ પવાર કાલે સોનિયા ગાંધીને મળશે
પુણેમાં રવિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ની કોર કમિટીની બેઠક યોજાઈ. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે(Nawab Malik) કહ્યું કે કોંગ્રેસ સાથે ચર્ચા બાદ જ સરકાર બનાવવા અંગે નિર્ણય લેવાશે.
મુંબઈ: પુણેમાં રવિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ની કોર કમિટીની બેઠક યોજાઈ. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે(Nawab Malik) કહ્યું કે કોંગ્રેસ સાથે ચર્ચા બાદ જ સરકાર બનાવવા અંગે નિર્ણય લેવાશે. આવતી કાલે એનસીપી અધ્યક્ષ શરદ પવાર(Sharad Pawar) દિલ્હી(Delhi) માં સોનિયા ગાંધી(Sonia Gandhi)સાથે મુલાકાત કરશે.
જો પાર્કિંગમાં ગાડી ચોરી થઈ કે કોઈ નુકસાન થયું તો હોટલ જવાબદાર, ચૂકવવું પડશે વળતર, ખાસ વાંચો
મલિકે કહ્યું કે મીટિંગ બાદ અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે, "મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન(President Rule) હટવું જોઈએ અને કોઈ વૈકલ્પિક સરકાર બનવી જોઈએ. અમે નક્કી કર્યું છે કે હવે પછીનો નિર્ણય આગામી સપ્તાહ સુધી કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ જ લેવામાં આવશે. કાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર મુલાકાત કરશે. ત્યારબાદ કાલે બંને પાર્ટીના નેતાઓ મુલાકાત કરશે."
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube