મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. એમાં પણ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દીધી છે. ત્યારપછી તો રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેનાએ તો એટલે સુધી કહી દીધુ છે કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું તો તે સુપ્રીમ કોર્ટ જશે. ઉદ્ધવ ઠાકરેએ આ માટે કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે વાત પણ કરી છે. આ બાજુ એનસીપી નેતા નવાબ મલિકે આજે પાર્ટી વિધાયકોની જે બેઠકે તે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી. તેમણે કહ્યું કે આ અંગે નિર્ણય લેવાનો અધિકાર શરદ પવારને આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણોના અહેવાલો અંગે તેમણે એવો પણ દાવો કરતા કહ્યું કે આવા અહેવાલ પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે આ અંગે રાજભવને ખુલાસો કરતા કહ્યું કે રાજ્યપાલ તરફથી આવી કોઈ ભલામણ કરાઈ નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube