NCB અધિકારી સમીર વાનખેડે પર નવાબ મલિકની નવી ટ્વીટ, શેર કર્યું `નિકાહનામું` અને લગ્નની તસવીર
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક સતત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નવા નવા આરોપ લગાવી રહ્યા છે.
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક સતત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નવા નવા આરોપ લગાવી રહ્યા છે. હવે નવાબ મલિકે સમીર વાનખેડેના પહેલા લગ્નનો ફોટો શેર કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેમણે વર્ષ 2006માં ઈસ્લામ ધર્મ પ્રમાણે નિકાહ કર્યા હતા. નવાબ મલિકે એક બાદ એક અનેક ટ્વીટ કરી.
નિકાહમાં અદા કરાઈ હતી 33 હજાર રૂપિયાની મેહર-મલિક
પોતાની પહેલી ટ્વીટમાં નવાબ મલિકે લખ્યું કે 7 ડિસેમ્બર 2006ના ગુરુવારના રોજ રાતે 8 વાગે સમીર દાઉદ વાનખેડે (Sameer Wankhede) અને શબાના કુરેશી વચ્ચે નિકાહ થયો હતો. આ નિકાહ મુંબઈના અંધેરી (વેસ્ટ) ના લોખંડવાલા કોમ્પલેક્સમાં થયો હતો. બીજી ટ્વીટમાં તેમણે લખ્યું કે નિકાહમાં 33 હજાર રૂપિયા મેહર તરીકે અદા કરાયા હતા. જેમાં સાક્ષી નંબર 2 અઝીઝ ખાન હતા. જે સમીર દાઉદ વાનખેડેની મોટી બહેન યાસમીન દાઉદ વાનખેડેના પતિ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube