પતિના મોતની 1 મિનિટ બાદ પત્નીનું પણ થયું અવસાન, એક જ ચિતા પર થયા બંનેના અંતિમ સંસ્કાર
Nawalgarh, Jhunjhunu News: પતિ ફૂલચંદના મોતના એક મિનિટ બાદ પત્ની લિછમા દેવીનું પણ નિધન થયું. ત્યારબાદ બંનેની સ્મશાન યાત્રા એક સાથે કાઢવામાં આવી અને એક જ ચિતા પર બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Nawalgarh, Jhunjhunu News: લગ્નમાં સાથે જીવવા-મરવાના વચનો આપતા લોકો તો ઘણી જગ્યાએ જોવા મળે છે, પરંતુ આ વચનોને નિભાવનાર ખુબ ઓછા હોય છે. લગ્નના મંડપ પર જન્મ-જન્મનો સાથ નિભાવવાનું વચન નિભાવનાર એક જોડી રાજસ્થાનના નવલગઢના બુગાલા ગામના ફૂલચંદ તથા લિછમા દેવીની છે. આ કપલે સાથે જીવવા-મરવાની કહાનીને સાચી સાબિત કરી છે.
પતિ ફૂલચંદના મોતના એક મિનિટ બાદ પત્ની લિછમા દેવીનું પણ નિધન થયું. મોત બાદ બંનેની સાથે સ્મશાન યાત્રા કાઢવામાં આવી અને એક ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હવે આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.
જાણકારી અનુસાર રાજસ્થાનના નવલગઢ ક્ષેત્રના બુગાલા ગામમાં રવિવારની રાત્રે માત્ર એક મિનિટના ગાળામાં પતિ-પત્નીનું નિધન થયું. રાત્રે આશરે 1.15 કલાકે પહેલા પતિએ અંતિમ શ્વાસ લીધા, ત્યારબાદ મહિલા પતિના મોતનું દુખ સહન કરી ન શકી અને એક મિનિટ બાદ તેણે પણ દમ તોડી દીધો. સોમવારે એક સાથે બંનેની સ્મશાન યાત્રા નિકળી અને એક ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જાણકારી અનુસાર પાણી પુરવઠા વિભાગથી નિવૃત્ત 65 વર્ષીય ફૂલચંદ બધાલિયાનું રવિવારે રાત્રે આશરે 10.15 કલાકે નિથન થઈ ગયું હતું. આ વાત જ્યારે તેના 64 વર્ષીય પત્ની લિછમા દેવીને ખબર પડી તો આઘાતમાં તેનું પણ નિધન થઈ ગયું હતું.
પુત્ર જસવંતે જણાવ્યું કે રાત્રે ભોજન કર્યા બાદ પરિવારજનો સૂવા જતાં રહ્યાં હતા. પિતાની તબીયત બગડી તો માતેએ ઉઠાડ્યો ત્યાં સુધી તો પિતાનું નિધન થઈ ગયું હતું. પતિના નિધનના સમાચાર સાંભળતા એક મિનિટ બાદ તેમનું પણ નિધન થયું હતું.
તો સોમવારે સવારે બંનેના મૃતદેહને મુક્તિધામ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક ચિતા પર બંનેના અંતિમ સંસ્કાર કરાયા હતા. પુત્ર જસવંત સિંહે મુખાગ્નિ આપી હતી. દંપત્તિને એક પુત્ર જસવંત અને ચાર પુત્રીઓ છે. બધાના લગ્ન થઈ ગયા છે. ગ્રામીઓ પ્રમાણે ફૂલચચંદ 2019માં પાણીપુરવઠા વિભાગમાંથી હેલ્પરના પદેથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ ઘર પર જ રહેતા હતા.