રાયપુર: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોના 22 જવાનો શહીદ થયા હોવાના દુ:ખદ સમાચાર છે. અત્યાર સુધી 22 જવાનોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે એક જવાન હજુ ગૂમ છે જ્યારે 31 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. આ વર્ષનો આ સૌથી મોટો નક્સલી હુમલો છે. શનિવારે થયેલા આ હુમલામાં નક્સલીઓએ દેશી રોકેટ લોન્ચર અને એલએમજીનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ નક્સલીઓ જવાનોના લગભગ બે ડઝન જેટલા હથિયારો લૂંટીને લઈ ગયા. સુરક્ષાદળોએ નક્સલીઓના સૌથી મજબૂત ગઢ બીજાપુરમાં આ ઓપરેશન ચલાવ્યું હતું. નકસ્લીઓ વિરુદ્ધ અભિયાન નક્સલીઓના સૌથી મોટા પીપલ્સ લિબરેશન ગ્રુપ આર્મી પ્લાટુન વન (PLGA1) માં એક હિડમાના ગઢમાં હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆરપીએફ અને છત્તીસગઢ પોલીસને ખબર હતી કે નક્સલીઓનો મોટો ખૂંખાર કમાન્ડર હિડમા આ હુમલાથી જ એક કિલોમીટરના અંતરે પોવર્તી ગામમાં છે અને ત્યારબાદ સીઆરપીએફ અને છત્તીસગઢ પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડે એક જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું. 


સુરક્ષાદળો પર આ હુમલો નક્સલીઓના સંગઠન પીપલ્સ લિબરેશન ગ્રુપ આર્મી પ્લાટુન વનની યુનિેટ કર્યો છે. જેમનું નેતૃત્વ હિડમા જ કરે છે. સુરક્ષાદળોને પણ જો કે આ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. જેમાં નક્સલ કાડરના 15 નક્સલીઓ માર્યા ગયા છે. પરંતુ સુરક્ષાદળો જેવા અંદર જઈ રહ્યા હતાં કે નક્સલીઓએ તેમના પર હુમલો કરી દીધો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube