રાયપુર: છત્તીસગઢ (Chhattisgarh) ના ગઢચિરૈલી (Gadchiroli) માં સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. ભામરાગઢ તાલુકાના જંગલોમાં સ્થિત આબુજમાડ પહાડી પર લગભગ 12 કલાકથી અથડામણ ચાલી રહી છે. વાયુસેનાના હેલિકોપ્ટર વડે વધારાના કમાન્ડોની ટુકડીને મોકલવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હથિયારબંધ નક્સલીઓના મોટા ગ્રુપે સુરક્ષાબળો પર હુમલો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર બોર્ડર પર નક્સલીઓ અને C60 કમાન્ડો વચ્ચે મોટી અથડામણ ચાલી રહી છે. સૂત્રોનું કહેવું છે કે હજારોની સંખ્યામાં સશસ્ત્ર નક્સલી કેડરોએ પોલીસ પાર્ટી પર ઘાત લગાવીને હુમલો કર્યો છે. 270 પોલીસકર્મી સહિત નવ દળોને ઘટનાસ્થળે મોકલી દીધા છે. છત્તીસગઢ પોલીસ પણ સુરક્ષાબળોને મદદ પુરી પાડી રહી છે. 


Bakri Dance Video: અંગ્રેજી ગીત પર દેસી બકરીઓનો કાતિલ ડાન્સ, છોડાવી દીધા ભલભલાના છક્કા!


વાયુસેના પાસે હવાઇ મદદ માંગવામાં આવી હતી. ત્યારબાદ વાયુસેનાના હેલિકોપ્ટર વડે ઘટનાસ્થળ પર જવાનોને મોકલવામાં આવે છે. એક જવાન ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે નક્સલીઓએ પગપાળા પહાડી વિસ્તારોને ઘેરી લીધો છે. નક્સલીઓ તરફથી ઘુઆંધાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube