પારસ ઠાકુર, સારયકેલાઃ ઝારખંડમાં નકસલવાદીઓએ IED બ્લાસ્ટ કરીને સુરક્ષા દળોની ટૂકડીને નિશાન બનાવી છે. આ હુમલામાં 11 જવાન ઘાયલ થવાના સમાચાર છે. રાજ્યના સરાયકેલા ખરસાવાંમાં નકસલવાદીઓએ ઘાત લગાવીને આ હુમલો કર્યો હતો. સુરક્ષા દળોની ટીમ પેટ્રોલિંગ કરવા નિકળી ત્યારે આ હુમલો કરાયો હતો. હુમલામાં ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી હેલિકોપ્ટર દ્વારા રાંચી ટ્રાન્સફર કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ પણ એક સપ્તાહ પહેલા ત્રણ જવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 


છત્તીસગઢમાં બે નકસલીની ધરપકડ
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં પોલીસ દળે બે નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજાપુર જિલ્લાના પોલીસ અધિકારકીઓએ સોમવારે અહીં જણાવ્યું કે, જિલ્લાના બાસાગુડા પોલીસ સ્ટેશન અંતર્ગત આઉટપલ્લી ગામની નજીક પોલીસે બે નક્સલવાદી લિશિયા સભ્યો કોવાસી હુંગા(23) અને કરટામી કોસા(25)ની ધરપકડ કરી છે. 


પંજાબમાં પોલીસ અને સેનાના નિવૃત્ત અધિકારીઓને નિશાન બનાવવા માટે ISIનો 'પ્રોજેક્ટ હાર્વેસ્ટિંગ કેનેડા'


અધિકારીઓએ જણાવ્યું કે, બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જિલ્લાની ટૂકડી અને સીઆરપીએફની બસ્તરિયા બટાલિયનને પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે, નકસલવાદીઓ એક ગામમાં બેઠક કરીને લોકો પાસેથી પૈસા એક્ઠા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આ અભિયાન દરમિયાન આુટપલ્લી ગામની નજીક પગદંડી પર બે વ્યક્તિ થેલો લઈને જતા હતા અને પોલીસને જોઈને ભાગવા લાગ્યા. 


ત્યારે પોલીસે ઘેરાવ કરીને તેમની ધરપકડ કરી લીધી હતી. પોલીસે જ્યારે તેમના થેલા ચકાસ્યા ત્યારે તેમાંથી ચાર સુરંગ વિસ્ફોટ માટેનો દારૂગોળો, ડેટોનેટર્સ, વિજળીના વાયર અને સ્વીચ મળી હતી. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...