ગઢચિરોળી: મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં C-60 કમાન્ડો પોલીસે નક્સલીઓ પર મોટી કાર્યવાહી કરી છે. C-60ની આ કાર્યવાહીમાં 13 નક્સલીઓનો ખુડદો બોલાયો હોવાના સમાચાર છે. નક્સલીઓ સાથે અથડામણ ગઢચિરોળીના એટાપલ્લી તહસીલના પૈદી-કોટમી જંગલોમાં થઈ. 


અત્રે જણાવવાનું કે C-60 કમાન્ડો પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ગુરુવારે મોડી રાતે જંગલમાં શરૂ થયું. કાર્યવાહીને અંજામ આપવા માટે કમાન્ડો પગપાળા જ જંગલની અંદર ગયા, જેથી કરીને નક્સલીઓને તેમના આગમનની જાણ જ ન થઈ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube