રાયપુર : છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે ઘર્ષણમાં ઠાર થયા બાદ સુકમાનાં કિસ્ટારામમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચેલી પોલીસ અને સુરક્ષા દળોનાં જવાનોને એક એવું હથિયાર મળ્યો જેનાં કારણે આ વાત સામે આવી રહી છે કે, નક્સલવાદીઓએને વિદેશ હથિયારો પણ આપવામાં આવી રહી છે. કિસ્ટારામનાં જંગલથી સુરક્ષા દળોએ જી-3 રાઇફલ જપ્ત કરી છે.  મળતી માહિતી અનુસાર જી-3 રાઇફલ સામાન્ય રીતે ખુંખાર આતંકવાદી સંગઠન ISISનાં આતંકવાદીઓ ઉપયોગ કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વનાં ઘણા દેશોમાં પણ જી-3 રાઇફલનો ઉપયોગ થાય છે. આ હથિયારમાંથી એક મિનિટમાં પોઇન્ટ 7.62 એમએમની મહત્તમ 600 ગોળીઓ ફાયર થઇ શકે છે. આ ગોળી 800 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી નિશાન સાધે છે. ઉપરાંત તેની રેન્જ મહત્તમ 600 મીટર છે. છત્તીગસઘ સરકાર પરેશાન છે કે આવા ઘાતક હથિયારો નક્સલવાદીઓ પાસે ક્યાંથી આવ્યા. નક્સલવાદીઓ સામાન્ય રીતે રાઇફલ ઉપરાંત એસએલઆર, ઇન્સાસ, કાર્બાઇન અને પોલીસ પાસેથી લુટેલા ભારતીય હથિયારોનો ઉપયોગ કરતા હોય છે. આ દેશની પ્રથમ એવી જપ્તી છે.

તેનાં કારણે નક્સલાદીઓએને વિદેશમાંથી પ્રાપ્ત હથિયારોની તરફ ઇશારો થયો છે. હાલ આ હથિયારને સીલ કરીને તપાસ માટે ફોરેન્સીક એક્સપર્ટ્સ પાસે મોકલી આપવામાં આવ્યા છે. આઇજી બસ્તર વિવેકાનંદ સિન્હાનાં અનુસાર કિસ્ટારામમાં ઠાર કરાયેલા માઓવાદીઓ પાસેથી મળેલા હથિયારોની તપાસ કરાવવામાં આવી રહી છે. તેનાં રિપોર્ટ મળ્યા બાદ જ વાસ્તવીકતા સામે આવશે. 

3 મે, 2018નાં રોજ કિસ્ટારામનાં જંગલોમાં સર્ચિગ દરમિયાન પોલીસ અને નક્સલવાદીઓની વચ્ચે સામસામે ઘર્ષણ થયું હતું. આ ધર્ષણમાં ત્રણ નક્સલવાદીઓને ઠાર મરાયા હતા. ઘટના સ્થળ પરથી હથયિરા સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી હતી. જે નક્સલવાદી દળનો સામનો થયો તે કુખ્યાત નક્સલી નેતા હિડમાની સુરક્ષામાં રહેલા હતા .