નવી દિલ્હી: PMLA સ્પેશિયલ કોર્ટે અંડરવર્લ્ડ ડોન ઇકબાલ મિર્ચી (Iqbal Mirchi)ની પત્ની હજરા મેમન અને તેમના બંને પુત્રો આસિફ ઇકબાલ મેમન અને જુનૈદ ઇકબાલ મેમન વિરૂદ્ધ NBW (બિન જામીન વોરન્ટ) ઇશ્યૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMLA સ્પેશિયલ કોર્ટે ઇકબાલ મિર્ચીની પત્ની હજરા મેમન અને તેમના બંને પુત્ર ઇકબાલ મેમન અને જુનૈદ ઇકબાલ મેમન વિરૂદ્ધ NBW ઇશ્યૂ કર્યું છે. ED આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી ચૂકી છે. 


તમને જણાવી દઇએ કે ઇકબાલ મિર્ચીનું મોત તો લંડનમાં વર્ષ 2013માં જ થયું છે પરંતુ તેની સાથે જોડાયેલા કેસ હજુ સુધી ચાલી રહ્યા છે. દાઉદ ઇબ્રાહિમના ઇશારે 1993માં જ્યારે મુંબઇમાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. ત્યારે તેમાં ઇકબાલ મિર્ચીનું નામ સામે આવ્યું હતું. 


મુંબઇ બ્લાસ્ટ બાદ ઇકબાલ મિર્ચી દુબઇ ભાગી ગયો હતો. 1994માં ભારતના કહેવા પર ઇન્ટરપોલએ ઇકબાલ મિર્ચી વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ પણ ઇશ્યૂ કરી હતી. જોકે ઇકબાલ મિર્ચી એજન્સીની ગિરફ્તમાં આવતાં બચતો રહ્યો અને પછી લંડનમાં તેનું મોત થઇ ગયું. 


મરતાં પહેલાં દુબઇથી માંડીને લંડનમાં રહેતો હતો તે દરમિયાન ઇકબાલ મિર્ચી અંડરવર્લ્ડની ધમકી આપતાં મુંબઇમાં સંપત્તિઓની સોદાબાજીમાં સક્રિય ભૂમિકા ભજવતો રહ્યો. મુંબઇમાં તેમની ગેંગના લોકો તેમાં તેમની મદદ કરતા રહ્યા. આ સોદાબજીથી જોડાયેલા કેસ હવે રડાર પર છે. 


તમને જણાવી દઇએ કે આ પહેલાં ફેબ્રુઆરી 2020માં ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી કેસમાં ઇડીની રેડ મોટો ખુલાસો થયો હતો. ઇકબાલ કેસમાં કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે લેણદેણની વાત સામે આવી હતી. સૂત્રોનું કહેવું હતું કે તેમાં હરિયાણાના પૂર્વ સીએમ સાથે પણ લેણદેણની વાત સામે આવી હતી. 


ઇકબાલ મિર્ચી કેસમાં સહાના ગ્રુપના ચેરમેન સુધાકર શેટ્ટીના ઘર અને ઓફિસમાં પણ રેડ પાડવામાં આવી હતી, જેમાં એનફોર્સમેન્ટ ડાયરેક્ટર (ઇડી)ને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજ હાથ લાગ્યા હતા. રેડમાં હાથ લાગેલા દસ્તાવેજમાં સુધાકર શેટ્ટી અને ઘણા નેતાઓ વચ્ચે થયેલા ટ્રાંજેકશનનો પણ ખુલાસો થયો હતો. 


હરિયાણાના એક પૂર્વ મંત્રી અને મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક પૂર્વ મંત્રીઓ સાથે ફાઇનાન્શિયલ ટ્રાંજેક્શનની જાણકારી પણ ઇડીના હાથ લાગી હતી. તપાસમાં ખબર પડી કે હરિયાણાના એક પૂર્વ મુખ્યમંત્રીના સંબંધીના લગ્નમાં સુધાકર શેટ્ટીએ કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube