નવી દિલ્હીઃ Drugs Case: ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડે (Sameer Wankhede) એ એકવાર ફરી કહ્યુ છે કે તેમની વિરુદ્ધ જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તે નિરાધાર છે. વાનખેડે વિરુદ્ધ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સાક્ષી પ્રભાકર સૈલે વસૂલીનો આરોપ લગાવ્યો છે. તપાસ માટે એનસીબીના જ્ઞાનેશ્વર સિંહના નેતૃત્વમાં પાંચ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. આ સિલસિલામાં એનસીબીના ઉત્તરી ક્ષેત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જ્ઞાનેશ્વર સિંહ મુંબઈ પહોંચ્યા છે. વિજિલેન્સ ટીમની સામે આજે વાનખેડે રજૂ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પ્રમાણે સમીર વાનખેડેનું બાંદ્રા સીઆરપીએફ કેમ્પમાં એનસીબીની વિજિલેન્સ ટીમે નિવેદન નોંધ્યુ છે. અહીં વાનખેડે આશરે ચાર કલાક રોકાયા હતા. તેમની એનસીબીના વિજિલેન્સ ચીફ જ્ઞાનેશ્વર સિંહે ખુદ પૂછપરછ કરી હતી. ત્યારબાદ જ્ઞાનેશ્વર સિંહે કહ્યુ કે, પ્રભાકર સૈલ અને કેપી ગોસાવીને નોટિસ જારી કરવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ અમારા તમામ પ્રયાસો છતાં તેને નોટિસ સર્વ થઈ શકી નથી. 


તેમણે કહ્યું- મીડિયા દ્વારા આગ્રહ છે કે કેપી ગોસાવી અને પ્રભાકર સૈલ તપાસમાં સામેલ થાય. કાલે કે પરમ દિવસે સીઆરપીએફ મેસ, બાંદ્રામાં આવીને જે પણ કહેવા ઈચ્છે છે તે કહે. આજે આ ટીમે કેટલાક દસ્તાવેજ ભેગા કર્યા છે. સમીર વાનખેડેના નિવેદનને રેકોર્ડ કરવામાં આવ્યું છે. ઘણી વાતો તેમણે રાખી છે. આવનારા સમયમાં જરૂરીયાત પ્રમાણે તેની પાસેથી વધુ પૂરાવા કે દસ્તાવેજ લેવામાં આવશે. 


Drugs Case: હજુ જેલમાં રહેશે આર્યન ખાન, જામીન અરજી પર કાલે વધુ સુનાવણી


સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે તપાસમાં, કેસમાં એનસીબીના અન્ય સ્વતંત્ર સાક્ષી દ્વારા દરોડા પાડ્યા પછી, કેપી ગોસાવી, આર્યન ખાનની નજીક છે અને ઓક્ટોબરના રોજ મુંબઈના ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલથી ધરપકડ કરાયેલા તમામ આરોપીઓના કસ્ટોડિયલ રિમાન્ડ સોંપવામાં આવ્યા હતા.  આ સમયગાળા દરમિયાન અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે.


સોશિયલ મીડિયા પર કેપી ગોસાવીની આર્યન ખાન સાથે તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. કેપી ગોસાવી આ સમયે ફરાર છે. સૂત્રોએ કહ્યુ કે, મામલામાં સામેલ તમામ અધિકારીઓ અને સાક્ષીની ભૂમિકાની તપાસ કરવામાં આવશે અને તે પણ જોવામાં આવશે કે શું તેણે આ સંપૂર્ણ ઘટનાક્રમમાં નેશનલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) કાયદામાં ઉલ્લેખિત એનસીબી નિયમો તથા પ્રક્રિયાઓનું પાલન કર્યું છે કે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube