NCERT સમિતિએ તમામ શાળાકીય પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત લખવાની ભલામણ કરી છે. શાળાના પુસ્તકોમાં સંશોધન કરવા માટે બનાવવામાં આવેલી એક હાઈલેવલ કમિટીએ ભલામણ કરી છે કે પ્રાથમિકથી લઈને હાઈ સ્કૂલ સ્તર સુધી શાળાના પાઠ્યપુસ્તકોમાં દેશનું નામ ઈન્ડિયા નહીં પરંતુ ભારત હોવું જોઈએ. આ હિસાબે NCERT ના પુસ્તકોમાં એક નવો ઐતિહાસિક ફેરફાર આવવાનો છે. આ ફેરફાર બાદથી હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ ભણાવવામાં આવશે. આ સમિતિએ પાઠ્યપુસ્તકોમાં હિન્દુ વિક્ટ્રીઝને ઉજાગર કરવાની પણ ભલામણ કરી છે. 


કમિટીના ચેરમેનનું નિવેદન
અત્રે જણાવવાનું કે NCERT દ્વારા શાળાકીય પુસ્તકોને સંશોધિત કરવા માટે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ પ્રોફેસર સી આઈ આઈજેક (રિટાયર્ડ)એ આ વખતે પુષ્ટિ કરી છે કે તેમની પેનલે એ ભલામણ કરી છે કે પ્રાથમિકથી લઈને હાઈસ્કૂલ સ્તર સુધીના શાળાના પાઠ્યપુસ્તકોમાં દેશનું નામ ઈન્ડિયા નહીં પરંતુ ભારત હોવું જોઈએ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube