નવી દિલ્હીઃ દિલ્હી હિંસાને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી ન જીતી શકી તો તેમણે દિલ્હીમાં હિંસા કરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવારે કહ્યું, 'છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી સળગી રહી હતી. દિલ્હી તે જગ્યા છે, જ્યાં લોકો અલગ-અલગ ભાગમાંથી આવે છે. આપણા દેશમાં સત્તામાં રહેનારી પાર્ટીને દિલ્હી ચૂંટણી જીતવાની કોઈ તક ન મળી. ચૂંટણી દરમિયાન આપણે ઘણા ભાષણ સાંભળ્યા. વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓએ સમાજને પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો.'


તેમણે કહ્યું, 'હું તે દરમિયાન સ્તબ્ધ રહી ગયો જ્યારે વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, વ્યક્તિની ઓળખ તેના કપડાથી કરી શકાય છે. વડાપ્રધાન દેશ અને તમામ ધર્મો માટે છે. આવું ભાષણ આપનાર નેતા ખુબ ચિંતિત છે. તમે અન્ય નેતાઓના ભાષણને પણ સાંભળી શકો છે, જેમ કે ગોળી મારોના નારા, આ પ્રકારના નારા લોકોમાં ખુબ ભય ઉભો કરી રહ્યાં હતા અને આપણા દેશમાં આવી નિંદનીય વાતો ક્યારેય થઈ નથી.'


સત્તામાં રહેલા લોકોને કારણે થયું
દિલ્હી હિંસાને લઈને શરદ પવારે કહ્યું કે, શાળાઓ પર હુમલો કરવામાં આવ્યો. શિક્ષણ સંસ્થાઓ પર હુમલો કરવામાં આવ્યો. આ બધુ સત્તામાં બેઠેલા લોકોને કારણે થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે દિલ્હી આવ્યા તો એક ભાગમાં હિંસા થઈ રહી હતી. લોકસભા ચૂંટણીમાં નિર્ણય લેનાર લોકો હવે સંપૂર્ણ પણે વિરુદ્ધ છે. 


શરદ પવારે કહ્યું, 'દિલ્હીમાં લોકો બિહાર, બંગાળ, દક્ષિણ ભારતથી છે. હું ભાજપને દૂર રાખવા માટે દિલ્હીના લોકોનો ધન્યવાદ આપુ છું. કેન્દ્ર સરકાર સારી સ્થિતિમાં નથી. તે જે ઈચ્છે છે તે થઈ રહ્યું નથી અને બાદમાં દિલ્હીમાં તોફાનો જેવી ઘટનાઓ થઈ. જ્યારે સત્તાના લોકો જાતિ અને ધર્મના નામ પર વિભાજીત કરવાની વાત કરે છે તો તેની અસર જોવા મળશે.'


કેન્દ્ર સરકાર જવાબદાર
શરદ પવારનું કહેવું છે કે, આવી પાર્ટી પર જીત મેળવવા અને તેને હરાવવા માટે આપણે બધાએ એક સાથે આવવું પડશે. એનસીપી તેના માટે તૈયાર છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારની પાસે પોલીસની શક્તિ છે અને તેથી દિલ્હીમાં હિંસા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...