નવી દિલ્હી : રાજકીય સોગઠાબાજીના માસ્ટર ખેલાડી શરદ પવાર આ વખતે લોકસભા ચૂંટણી નહી લડે. આ અંગે જાહેરાત કરતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)ના નેતા શરદ પવારે કહ્યું કે, મારા પરિવારનાં બે સભ્યે પહેલા જ ચૂંટણી લડી રહ્યા છે, આ કારણે મે ચૂંટણી મેદાનથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે. આમ પણ આ અગાઉ હું 14 વખત ચૂંટણી લડી ચુક્યો છું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પવાર હાલ રાજ્યસભાના સભ્ય છે. અગાઉ પણ તેમણે ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી, જો કે વચ્ચે તેમણે પોતાનાો નિર્ણય બદલ્યો હતો. જો કે હવે ફરી એકવાર રાકપાં પ્રમુખે કહ્યું કે તેઓ ચૂંટણી મેદાનમાં નહી ઉતરે. રાજનીતિક પર્યવેક્ષકના અનુસાર વડાપ્રધાન બનવાની આશા શરદ પવાર સાથે જોડાયેલી રહી છે. જો કે પવાર કહી ચુક્યા છે કે તેમની નજર વડાપ્રધાન પદ પર નથી. 



પૂર્વ કેન્દ્રીય મંત્રી પવારની પાર્ટી કોંગ્રેસની સાથે સીટોની વહેંચણી મુદ્દે વાતચીત કરી રહી છે. પવારે કહ્યું હતું કે, તેમની પાર્ટી ભાજપની વિરુદ્ધ રાષ્ટ્રીય નહી પરંતુ રાજ્ય સ્તર પર ગઠબંધન કરવા માંગે છે તથા તેઓ સમાન વિચારધારા ધરાવતા તમામ દળોને ભગવા પાર્ટીની વિરુદ્ધનાં મોરચામાં સાથે લેવા માંગે છે. 

મહારાષ્ટ્રની 2 સીટો પર તમામની નજર
આ સાથે જ આગામી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની ઓછામાં ઓછી 2 લોકસભા સીટો પર સૌની નજર રહેશે. નાગપુર તથા સોલાપુરમાં તમામની નજર રહેશે.