NCP નો દાવો, `અજિત પવારની પાસે ફક્ત એક ધારાસભ્ય, 52 MLAs અમારી સાથે`
મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. દરેક પક્ષ પોત-પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. એનસીપી (NCP) એ દાવો કર્યો છે કે અજિત પવારની પાસે ફક્ત એક જ ધારાસભ્ય છે. એનસીપીનો દાવો છે કે તેની પાસે 52 ધારાસભ્ય છે.
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. દરેક પક્ષ પોત-પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. એનસીપી (NCP) એ દાવો કર્યો છે કે અજિત પવારની પાસે ફક્ત એક જ ધારાસભ્ય છે. એનસીપીનો દાવો છે કે તેની પાસે 52 ધારાસભ્ય છે.
તમને જણાવી દઇએ કે અણ્ણા બનસોઢે જ અજિત પવાર સાથે છે. એનસીપીએ એ પણ દાવો કર્યો છે કે અજિત પવાર સાથે ગયેલા બીજા ત્રણ ધારાસભ્યો પરત ફરી રહ્યા છે.
અજિત પવારને અઢી વર્ષ માટે સીએમ પદ આપવા માટે શિવસેના તૈયાર: સૂત્ર
બીજી તરફ કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (Shiv Sena) પોત-પોતાના ધારસભ્યોને હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરી છે, જેથી ભાજપ અને એનસીપીના બાગી તેમની એકતા તોડી ન શકે. શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હોટલ લલિતમાં, કોંગ્રેસે જેડબલ્યૂ મેરિએટ અને એનસીપીએ રિનેસાં રાખ્યા છે.
મહારાષ્ટ્રના રાજકા'રણ'માં નિર્ણાયક દિવસ, સુપ્રીમ કોર્ટમાં આજે થશે મહત્વપૂર્ણ સુનવણી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube