મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) સરકારમાં મંત્રી અને NCPના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે પાર્ટી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વચ્ચે મુલાકાત થવાની ખબરને સંપૂર્ણપણે ફગાવી છે. મલિકે આરોપ લગાવ્યો કે આ પ્રકારની વાતો કરીને ભ્રમ પેદા કરવો એ ભાજપની રીત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલિકે ભાજપ પર સાધ્યું નિશાન
મલિકે આગળ કહ્યું કે 'આ સંપૂર્ણ રીતે ખોટી માહિતી છે. જે કેટલાક લોકોએ ભ્રમ પેદા કરવા માટે જાણી જોઈને ફેલાવી છે. ભાજપ કેટલાક ભ્રમ પેદા કરવા માંગે છે. એવી કોઈ મુલાકાત થઈ નથી. પવારનું શાહને મળવાનું કોઈ કારણ નથી.'


'દરેક ચીજ સાર્વજનિક કરી શકાતી નથી'
નોંધનીય છે કે રાજકીય વર્તુળોમાં એવી અટકળો હતી કે શાહ શનિવારે અમદાવાદ (Ahmedabad) માં ટોચના ઉદ્યોગપતિના નિવાસ સ્થાને પવાર અને પ્રફૂલ્લ પટેલને મળ્યા છે. જો કે શાહે રવિવારે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કથિત મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવતા કહ્યું કે દરેક ચીજ સાર્વજનિક કરી શકાતી નથી. 


મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા ચાલુ
આ બધા વચ્ચે મહારાષ્ટ્રમાં રવિવારે પણ રાજકીય ડ્રામા ચાલુ રહ્યો. જેની શરૂઆત શિવસેના સાંસદ સંજય રાઉતે પોતાના લેખથી કરી. તેમણે સામના દ્વારા એનસીપી નેતા અનિલ દેશમુખને એક્સીડેન્ટલ ગૃહમંત્રી ગણાવ્યા. ત્યારબાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે  કોઈએ પણ ગઠબંધન સરકારમાં સ્થિતિ બગાડવી જોઈએ નહીં. 


અજિત પવારે કહ્યું કે મંત્રીપદની ફાળવણી દરેક રાજકીય પક્ષના પ્રમુખનો વિશેષાધિકાર હોય છે. જ્યારે ત્રણેય પક્ષોની સરકાર ઠીકથી કામ કરી રહી છે તો આવામાં સ્થિતિ કોઈ પણ બગાડવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે રાજ્યમાં એનસીપીના કોટાથી કોને કયું પદ મળશે તે શરદ પવાર નક્કી કરે છે. એ જ રીતે કોંગ્રેસ અને શિવસેના અપનાવે છે. 


પરમબીર સિંહે પત્રમાં લગાવ્યા છે ગંભીર આરોપ
અત્રે જણાવવાનું કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે 20 માર્ચના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા એક પત્રમાં દાવો કર્યો હતો કે ગૃહમંત્રી અનિલ દેશમુખ ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી બાર અને હોટલો પાસેથી 100 કરોડ રૂપિયાની માસિક વસૂલી કરે. જો કે દેશમુખે પોતાના પર લાગેલા આરોપ ફગાવ્યા છે. 


 (અહેવાલ- સાભાર ભાષા)


મહારાષ્ટ્રના 2 દિગગજ નેતાઓની ગુજરાત મુલાકાત બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube