મુંબઈ: દ્વારકામાંથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. NCP નેતા નવાબ મલિકે ગંભીર આક્ષેપ કરી ગુજરાતીઓનું અપમાન કર્યું છે. નવાબ મલિકે કહ્યું, ગુજરાતમાં ડ્રગ્સનો મોટાપાયે વેપાર ચાલે છે. મુંદ્રા બાદ દ્વારકામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે મંત્રી કિરીટસિંહ રાણા ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં 2, 4 ગ્રામ પકડીને પબ્લિસિટી કરવામાં આવે છે પણ ગુજરાતમાં ડ્રગનો મોટો કારોબાર ચાલી રહ્યો છે એવો લોકોને શક છે. ગુજરાતના દ્વારકામાં 350 કરોડનું ડ્રગ્સ મળ્યું છે આ એક નવો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો અમદાવાદની હોટલમાં રોકાતા હતા. જેમાં મનીષ ભાનુશાળી, સુનિલ પાટીલ સહિતના લોકો અમદાવાદ રોકાઈ ચૂક્યા છે. ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ લોકો કિરીટસિંહ રાણાને શું કામ મળતા હતા. મનીષ ભાનુશાળી, ગોસાવી વારંવાર કેમ ધારાસભ્ય કિરીટસિંહ રાણા પાસે જતા હતા. કિરીટસિંહ રાણા સાથે તેમના શું સંબંધ છે. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુશન રેકેટ ચાલે છે..જેથી DG, NCB અને NIA તપાસ કરી આની પાછળ કોણ છે તેની તપાસ કરે..


તેમણે કહ્યું કે ગુજરાતમાં જે રીતે મોટા પાયે ડ્રગ્સ મળ્યું છે તે જોઈને લાગે છે કે ત્યાં ડિસ્ટ્રીબ્યુશનનું રેકેટ ચાલે છે. અમારી માંગણી છે કે DG, NCB અને NIA તપાસ કરી આની પાછળ કોણ છે તેની તપાસ કરે. ગુજરાત ડ્રગનું હબ બની ગયુ છે તેવું સાબિત થઈ રહ્યું છે. નવાબ મલિકે વધુમાં કહ્યું કે જો ફડણવીસે તેમના માટે કઈ કહ્યું છે અને પાછું ન લીધુ તો તેઓ તેમના પર માનહાનિનો કેસ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube