મુંબઈ: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP પ્રવક્તા નવાબ મલિકની સુરક્ષા વધારવામાં આવી છે. તેમની સુરક્ષા Y શ્રેણીથી વધારીને Y પ્લસ કરવામાં આવી છે. હવે તેમની સુરક્ષામાં 4 સિપાઈ રહેશે. આ અગાઉ તેમની સાથે એક બોડી ગાર્ડ રહેતો હતો. અત્રે જણાવવાનું કે નવાબ મલિકે NCB ની ડ્રગ્સ પાર્ટીની તપાસમાં અનિયમિતતાને લઈને અનેક નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ તેમને ફોન પર ધમકીઓ મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP-NCB પર પ્રહાર
નવાબ મલિકે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને એનસીબી પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મે છેલ્લા કેટલાક સમયમાં NCB ની અનેક વાતો ઉજાગર કરી છે. મારી સાથે તે વાતનો બદલો લેવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપના લોકો કહી રહ્યા છે કે નવા મલિકનો જમાઈ (સમીર ખાન) ડ્રગ ડીલર છે. મારા પર અનેક પ્રકારના રાજનીતિક હુમલા થઈ રહ્યા છે. મારા જમાઈને NCB એ ફસાવ્યો છે. મારા જમાઈનું નામ ડ્રગ મામલે આવ્યા બાદ મારા પર ભાત ભાતની કમેન્ટ થઈ રહી છે. મારી દીકરી ટ્રોમામાં હતી, તેના નાના નાના દીકરાઓના દિમાગ પર તેની ખરાબ અસર થઈ. 


NCP નેતાએ  કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી (દેવેન્દ્ર ફડણવીસ)એ મારા પર હુમલો કર્યો. તેમણે વધુમાં કહ્યું કે જ્યારથી મે મનીષ ભાનુશાળી અને ભાજપ સાથે તેમના સંબંધનો મામલો ઉઠાવ્યો ત્યારબાદ ભાજપ મારા પર પ્રહાર કરી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube