મુંબઈઃ એનસીપીના સીનિયર નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યુ કે ભાજપ અને એનસીપી નદીના બે કિનારા છે. જ્યાં સુધી નદીમાં પાણી છે, આ બંને સાથે ન આવી શકે. તેમણે કહ્યું કે, અમે સંપૂર્ણ રીતે અલગ છીએ, ભલે તે વૈચારિક હોય કે પછી રાજકીય દ્રષ્ટિ હોય. એનસીપી અને ભાજપનું સાથે આવવું અસંભવ છે. રાજનીતિ વિચારોના આધાર પર થાય છે, સંઘનો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી પાર્ટીના રાષ્ટ્રવાદમાં જમીન આસમાનનું અંતર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવાબ મલિકનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે એક કલાક બેઠક થઈ છે. બંને નેતાઓ વચ્ચે ક્યા મુદ્દા પર ચર્ચા થઈ તેની કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ શિવસેનાનું કહેવું છે કે શરદ પવાર રાષ્ટ્રપતિ પદ માટે દાવેદાર બની શકે છે. 


સિદ્ધૂ+4 થી સમાપ્ત થશે પંજાબ કોંગ્રેસનો વિવાદ? સામે આવી પાર્ટીની નવી ફોર્મ્યુલા


ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે શરદ પવાર અને પૂર્વ રક્ષા મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા એકે એન્ટની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે પણ હાજર રહ્યા હતા. 


શરદ પવારની ગણના દેશના વરિષ્ઠ અને અનુભવી નેતાઓમાં થાય છે. 80 વર્ષના પવારના બધી રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે સારા સંબંદ છે. આ પહેલા તેમણે વિપક્ષી નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમની આ કવાયતને વિપક્ષની એકતાને મજબૂત કરવાના પ્રયાસના રૂપમાં જોવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube