મુંબઈ: લોકસભા ચૂંટણી અગાઉ જ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને અને ખાસ કરીને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીને ફરી એકવાર મોટો આંચકો લાગ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના દિગ્ગજ નેતા વિજય સિંહ મોહિતે પાટિલના પુત્ર રંજીત સિંહ પિતાની 'સહમતિ'થી સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા છે. થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલના પુત્ર સુજય પણ ભાજપમાં સામેલ થયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી વિજયસિંહ મોહિતે પાટિલે પુત્ર માટે અહેમદનગર લોકસભા બેઠકની માગણી કરી હતી. તેમની આ માગણી એનસીપીએ ફગાવી હતી. વિજયસિંહ મોહિતે પાટિલ પશ્ચિમ મહારાષ્ટ્રની માધા બેઠકથી એનસીપીના હાલના સાંસદ છે અને પૂર્વમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં ઉપ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 


પાટિલે કહ્યું કે તેઓ પોતાના પુત્ર રંજીત સિંહના નિર્ણયથી સહમત છે. અત્રે જણાવવાનું કે રંજીત સિંહ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. આ બાજુ એનસીપી યુવા વિંગે રંજીત સિંહ મોહિતે પાટિલના ભાજપમાં જવા અંગે મજાક ઉડાવવાની શરૂ કરી દીધી છે. મુંબઈમાં પાટિલના ઘરની સામે લાગેલા હોર્ડિંગ્સમાં એનસીપીએ લખ્યું છે કે 'અમે જેમને નકાર્યા, તેમને તમે સ્વીકાર્યાં.'


આ સાથે જ બુરા ન માનો હોલી હૈ.. કહીને મરાઠી ભાષામાં ભાજપ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. એનસીપી તરફથી ભાજપ માટે કહેવાયું છે કે તમારું પાલણું ક્યારે ઝૂલશે... કે પછી બીજાના બાળકોને ગોદીમાં બેસાડતા રહેશો..


લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...