નવી દિલ્હીઃ દેશભરમાં થતા અપરાધ(Crime) પર નજર રાખતા રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (National Crime Records Bureau) દ્વારા વર્ષ 2017ના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. NCRBના આંકડા અનુસાર દેશમાં 2016ની સરખામણીએ 2017માં હત્યાના(Murder) કેસમાં ઘટાડો થયો છે, જ્યારે 2017માં અપહરણની ઘટનાઓમાં વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા અનુસાર વર્ષ 2016માં દેશભરમાં હત્યાના 30,450 કેસ નોંધાયા હતા, જ્યારે 2017માં તેમાં 5.9 ટકાના ઘટાડા સાથે 28,653 હત્યાના કેસ નોંધાયા છે. દેશભરમાં 2016માં અપહરણના 88,008 કેસ નોંધાયા હતા, જ્યારે 2017માં આ આંકડો 9 ટકા વધીને 95,893 સુધી પહોંચી ગયો છે. 


હવે સોશિયલ મીડિયા, ફેસબુક, વ્હોટ્સએપ સામેની અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે


સાઈબર ક્રાઈમમાં(Cyber Crime) પણ સૌથી વધુ અપરાધ ઉત્તરપ્રદેશમાં જ નોંધાયા છે. ઉત્તરપ્રદેશમાં 2017માં સાઈબર ક્રાઈમના 4917 કેસ નોંધાયા હતા, જે 2016ની સરખામણીએ લગભગ બમણા છે. મહારાષ્ટ્ર સાઈબર ક્રાઈમ બાબતે દેશમાં બીજા નંબરે છે. અહીં 2016માં સાઈબર ક્રાઈમના 2639 કેસ નોંધાયા હતા, જે 2017માં વધીને 3,604 થયા છે. કર્ણાટક દેશમાં ત્રીજા નંબરે છે. 


સિક્કિમને દેશનું ઈમાનદાર રાજ્ય!
NCRBના આંકડા અનુસાર વર્ષ 2017માં ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં 2017માં કુલ 4062 ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે. દેશમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સમગ્ર વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો નથી. આર્થિક અપરાધની બાબતે રાજસ્થાન તેલંગાણાને પછાડીને દેશમાં પ્રથમ નંબરે પહોંચ્યું છે. અહીં વર્ષ 2017માં 1,48,972 કેસ નોંધાયા છે. 


દવાના પત્તા પર લાલ લીટી હોય સાવધાન... ડોક્ટરને પૂછ્યા વગર સેવન ન કરતા, ખાસ જાણો અર્થ


દેશભરમાં વધ્યો અપરાધ 
દેશભરમાં વર્ષ 2917માં IPC અંતર્ગત કુલ 30,63,579 કેસ નોંધાયા છે. 2016માં આ આંકડો 29,75,711 હતો. એટલે કે વર્ષ 2016ની સરખામણીમાં 2017માં 86,868 કેસ વધુ નોંધાયા છે. NCRBના રિપોર્ટ અનુસાર દેશમાં હત્યા, બળાત્કાર, અપહરણ, રમખાણો ભડકાવા વગેરે કેસોની સજા ફટકારવાનો દર 45 ટકા કરતાં પણ ઓછો છે. 


ભારતમાં 2017માં હત્યાના કેસમાં 43.1 ટકા આરોપીઓને જ સજા થઈ શકી છે. બળાત્કારના કેસમાં તો સજાનો દર 32.2 ટકા રહ્યો છે. અપહરણના વધતા કેસોન પાછળનું કારણ આ કેસમાં સજાનો દર ઘણો ઓછો હોવો છે. 2017માં અપહરણના કુલ કેસમાંથી માત્ર 26.6 ટકા આરોપીઓને જ સજા થઈ શકે છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....