અમરાવતી : આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા મુદ્દે પ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ કહ્યું કે, એનડીએએ આંધ્રપ્રદેશની જનતાની સાથે અન્યાય થયો છે. એન.ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે વડાપ્રધાન કાર્યાલય પર કાવત્રા રચવાનો અને ગુનાહિતોની મદદ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.  નાયડૂની તેલુગૂ દેશમ પાર્ટી (તેંદપા) શુક્રવારે જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ)થી અલગ થઇ હતી. 
તેદેપા દ્વારા અગાઉ ભાજપ પર તેદેપાનાં પ્રતિદ્વંદીઓનો ઉપયોગ કરીને પાર્ટીને નબળી પાડવા અને રાજ્યની રાજનીતિને અસ્થિર કરવાનો આરોપ પણ લગાવી ચુક્યા છે. તેદેપા સુત્રો અનુસાર નાયડૂએ આરોપ લગાવ્યો કે, ભાજપ એક તરફ વાઇએસઆર કોંગ્રેસ પાર્ટી અને બીજી તરફ અભિનેતા તથા રાજનેતા પવન કલ્યાણની મદદથી નાટક ચલાવી રહ્યા છે. નાયડૂનું કહેવું છેકે વાઇએસઆર કોંગ્રેસનાં મહાસચિવ વિજય સાંઇ રેડ્ડી પીએમઓનાં ધક્કા ખાઇ રહ્યા છે. જેનાં કારણે તેદેપા અને રાજ્યની વિરુદ્ધ કાવત્રાની માહિતી મળી રહી છે. 
ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે ભ્રષ્ટાચારનાં મુદ્દે આરોપી વાઇએસઆર કોંગ્રેસ પ્રમુખ વાઇએસ જગમોહન રેડ્ડી અને વિજય સાંઇ રેડ્ડીની તરફ ઇશારો કરતા કહ્યું હતું કે, એ1 અને એ2 સાથે મુલાકાત કરીને પીએમઓ લોકોને શું સંદેશ આપવા ઇચ્છે છે. તેમણે વાઇએસઆર કોંગ્રેસ પર ભાજપનાં ઇશારા પર કામ કરવાનાં પોતાનાં આરોપોને બેવડાવડા કહ્યું હતું કે, પીએમઓમાં આર્થિક ગુનાખોરો શું કરી રહ્યા છે ? 
આંધ્રની વિરુદ્ધ કાવત્રા
તેદેપા પ્રમુખનું કહેવું છે કે, આંધ્રપ્રદેશ વિરુદ્ધ કાવત્રા રચાઇ રહ્યા છે અને તેમાં રહેલા લોકોને જનતાનાં ક્રોધનો સામનો કરવો પડશે. જન સેવા પ્રમુખ પવન કલ્યાણ દ્વારા તેદેપાની આલોચનાનો હવાલો ટાંકતા નાયડૂએ કહ્યું કે, જે વ્યક્તિ ચાર વર્ષ સુધી ચુપ રહ્યું. તેણે અચાનક ઉઠીને ભાજપ અને મોદી પર સવાલ ઉઠાવવાનાં બદલે તેમની પાર્ટીની વિરુદ્ધ આરોપ લગાવવાનો ચાલુ કરી દીધો. તેમણે કહ્યું કે, જનસેના પ્રમુખે વાઇએસઆર કોંગ્રેસની સાથે સાંઠગાંઠ કરી છે.