નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તાધારી એનડીએના સાંસદ બજેટ સત્રના બીજા ભાગમાં 23 દિવસ સુધી સંસદમાં કોઈ કામકાજ ન થવાને કારણે પોતાનું વેતન અને ભથ્થા લેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાતની જાહેરાત સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે બુધવારે સાંજે મળેલી કેબિનેટની બેઠક બાદ કરી હતી. અનંત કુમારે કહ્યું કે, સરકાર વિપક્ષ દ્વારા ઉઠાવેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર હતી, પરંતુ કોંગ્રેસની જિદને કારણે સંસદનું કામકાજ થઈ શક્યું નથી. 


તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પાર્ટી બિનલોકતાંત્રિક રીતે કામ કરી રહી છે અને તમામ મહત્વપૂર્ણ બિલ પાસ થવાના રોકી રહી છે. જે ટેક્ટ ભરનારના પૈસાની બરબાદી છે. સંસદનું આ સત્ર શુક્રવારે પૂર્ણ થઈ રહ્યું છે. 


કામ નહીં તો વેતન નહીં
તેમણે કહ્યું કે, સાંસદોનું કામ સંસદમાં આવીને લોક હિતના મુદ્દાને ઉઠાવવાનું છે, પરંતુ સંસદમાં કોઈ કામ ન થવાને કારણે અમે તમામ લોકોએ આ 23 દિવસનું વેતન અને ભથ્થા ન લેવાનો નિર્ણય કર્યો છે. આ પૈસા દેશની જનતાની સેવા માટે અમને મળે છે અને કામ ન થવાને કારણે અમને લેવાનો કોઈ હક નથી તેથી અમે દેશની જનતાને તે આપી રહ્યાં છીએ. 


સંસદના બજેટ સત્રનો બીજો ભાગ શુક્રવારે પૂર્ણ થઈ રગ્યો છે અને આંધ્ર પ્રદેશની પાર્ટીઓ સહિત બીજા અ્ય મુદ્દાને લઈને છેલ્લા ઘણા દિવસથી સંસદ ઠપ્પ છે અને લગભગ કોઈ કામ થયું નથી. તેના કારણે એવી હાલત થી કે સરકારે નાણા બિલ ઉતાવળમાં કોઈપણ ચર્ચા કર્યા વગર પાસ કરવું પડ્યું. 


ચર્ચા વગર પાસ કરાયેલા નાણા બિલ દરમિયાન સાંસદોનો પગાર અને ભથ્થા વધારવા સંબંધિત પ્રસ્તાવને નાણા બિલનો ભાગ બનાવીને પાસ કરાવી લેવામાં આવ્યું. હવે સાંસદોના વેતન-ભથ્થા મોંઘવારીના હિસાબે આપમેળે વધી જશે. 


આપ પાર્ટીએ મારી બાજી
આંધ્ર પ્રદેશને સ્પેશિયલ પેકેજની માંગને લઈને રાજ્યમાં સત્તાધારી તેલૂગુ દેશમ પાર્ટી અને વાઇએસઆર કોંગ્રેસના સાંસદો સંસદમાં સતત હંગામો કરતા રહ્યાં હતા. વેતન-ભથ્થા ન લેવાનું એલાન એનડીએ પહેલા આમ આદમી પાર્ટીના સાંસદો કરી ચૂક્યા છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પત્ર લકીને સભાપતિને આની જાણકારી આપી હતી. 


બીજીતરફ, આઈએસઆર કોંગ્રેસના સાંસદો એલાન કરી ચૂક્યા છે કે, આ સત્રના અંતિમ દિવસે પોતાના તમામ સાંસદો આંધ્ર પ્રદેશને સ્પેશિયલ પેકેજ ન આપવાના વિરોધમાં સંસદમાંથી રાજીનામું આપશે.