અયોધ્યા : શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે રવિવારે અયોધ્યાથી વિદાય થયા હતા. જો કે તેમના પ્લેન આગળ નીલ ગાય આવી જતા અકસ્માત થતા થતા બચી ગયો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ધર્મસભામાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચેલા ઠાકરે રવિવારે અયોધ્યાથી મુંબઇ માટે રવાનાં થવાનાં જ હતા. જો કે તેમનું પ્લેન ટેક ઓફ કરે તે પહેલા જ અચાનક રનવે પર નીલ ગાય આવી ગઇ હતી. જો કે તેમનું પ્લેન સુરક્ષીત રવાના થઇ ગયું હતું. જો કે જે પ્રકારે નીલ ગાય અચાનક રનવે પર સ્પીડ પકડી ચુકેલા ચાર્ટેર્ડ પ્લેન આગળ આવી ગઇ કોઇ મોટી દુર્ઘટના થાય તેવી પુરી શક્યતાઓ હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રામલલાના દર્શન કર્યા અને પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે રામ મંદિર નિર્માણ મુદ્દે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. ઉદ્ધવે કહ્યું કે, રામ મંદિર નિર્માણ મુદ્દે કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવે અને કાયદો બનાવે. રામ મંદિર નિર્માણ થવું જોઇએ. તેમણે કહ્યું કે હવે હિંદુ શક્તિશાળી બનતો જાય છે. હવે તે માર નહી ખાય. જો કેન્દ્ર સરકાર મંદિર બનાવી શકે તેમ ન હોય તો કહી દે કે આ એક ચૂંટણીનુ હથિયાર છે. તે રામ મંદિર બનાવી શકે તેમ નથી.


ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરે શનિવારે પોતાનાં પરિવારની સાથે અયોધ્યા પહોંચ્યાહ તા, જ્યાં તેમણે સરયૂ કિનારે આરતી કરી. સાધુ સંતો અને શિવસૈનિકોને સંબોધિત કરતા ઉદ્ધવે કહ્યું હતું કે તેઓ રામ મંદિરનો શ્રેય લેવા માટે નથી આવ્યા, પરંતુ ઉંધેલી સરકારને કુંભકર્ણની ઉંઘમાંથી જગાવવા માટે આવ્યા છીએ. સરકાર રામ મંદિરનું નિર્માણ કરશે તેની નિશ્ચિત તારીખ આપે. નહી તો આ માત્ર ચૂંટણીનો મુદ્દો છે તેવી સ્પષ્ટતા કરે.