નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં યોજાનારી નીટ અને JEEની પરીક્ષાઓ ટાળી દેવામાં આવી છે. એચઆરડી મંત્રીએ ટ્વીટમાં લખ્યું કે માતા-પિતા અને વિદ્યાર્થીઓને કોઈપણ અસુવિધાથી બચવા માટે વિભિન્ન પરીક્ષા કેન્દ્રોની યાત્રા કરવી પડે છે. મેં મેના અંતિમ સપ્તાહ સુધી NEET (UG) 2020 અને JEE મેઇનની પરીક્ષા સ્થગિત કરવા માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી  (NTA)ને નિર્દેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવ સંસાધન અને વિકાસ (માનસ સંશાધન વિકાસ) મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એક ટ્વીટમાં કહ્યું કે, રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET) 2020 જે 3 મેએ આયોજીત થવાની હતી, હવે તેને મેના અંતિમ સપ્તાહ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તેમણે તે પણ જણાવ્યું કે, સંયુક્ત પ્રવેશ પરીક્ષા કે જેઈઈ મેન પણ પાછલા સપ્તાહે મેમાં આયોજીત કરવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...