NEET PG Exam 2021: નીટ પીજીની પરીક્ષા 11 સપ્ટેમ્બરે યોજાશે, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
હાલમાં નીટ યૂપી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી. હવે કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરી નીટ પીજી 2021 પરીક્ષાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ NEET PG Exam 2021: મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે યોજાનારી પરીક્ષા નીટ પીજી (NEET PG) નું આયોજન 11 સપ્ટેમ્બરે થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. તેમણે નીટ પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે. સોમવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યૂટીની પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. આ વખતે નીટ પીજીની પરીક્ષા કોરોના મહામારી પ્રોટોકોલ પ્રમાણે આયોજીત કરવામાં આવશે. દર વર્ષે આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે.
કેન્દ્રીય મંત્રીએ કર્યું ટ્વીટ
મનસુખ માંડવિયાએ મંગળવારે સાંજે ટ્વીટ કર્યુ- અમે નીટ પ્રોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાનું 11 સપ્ટેમ્બર 2021ના આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. બધા યુવા મેડિકલ એસ્પાયરેન્ટ્સને મારી શુભકામનાઓ.
Covid India Update: દેશના કેટલાક ભાગમાં કોરોના પ્રોટોકોલનું થઈ રહ્યું છે ઘોર ઉલ્લંઘનઃ સ્વાસ્થ્ય મંત્રાલય
નીટ યૂજી પરીક્ષા માટે અરજી શરૂ
NEET UG 2021 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 13 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષાનું આયોજન 12 સપ્ટેમ્બરે કરવામાં આવશે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકે છે. સોમવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યૂજી પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. https://neet.nta.nic.in આ વેબસાઇટ પર વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube