ભારતનો દબદબો, સમગ્ર વિશ્વ પાકિસ્તાનને ભાંડી રહ્યું છે: અફઘાનીસ્તાનની UNમાં ફરિયાદ, ઇરાને ફટકારી નોટિસ
જમ્મુ કાશ્મીરનાંપુલવામાં થયેલા આતંકવાદી હૂમલા બાદ ભારત કૂટનીતિક રીતે પાકિસ્તાનને ઘેરવાનું ચાલુ કરી દીધું છે. આ મુદ્દે પાકિસ્તાનનાં પાડોશી દેશોની પણ મદદ મળી રહી છે. અફઘાનિસ્તાને આતંકવાદના ગઢ બની ચુકેલા પાકિસ્તાનની ફરિયાદ યૂનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) માં કરી છે. બીજી તરફ ઇરાને આતંકવાદને ઉત્તેજન આપવા બદલ પાકિસ્તાનના એમ્બેસેડરને નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પુર્વી સિસ્તાન અને બલૂચિસ્તાનમાં થયેલા આતંકવાદી હૂમલામાં 27 રિવોલ્યુશનરી ગાર્ડ્સનાં મોત થયા હતા.
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાંપુલવામાં થયેલા આતંકવાદી હૂમલા બાદ ભારત કૂટનીતિક રીતે પાકિસ્તાનને ઘેરવાનું ચાલુ કરી દીધું છે. આ મુદ્દે પાકિસ્તાનનાં પાડોશી દેશોની પણ મદદ મળી રહી છે. અફઘાનિસ્તાને આતંકવાદના ગઢ બની ચુકેલા પાકિસ્તાનની ફરિયાદ યૂનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) માં કરી છે. બીજી તરફ ઇરાને આતંકવાદને ઉત્તેજન આપવા બદલ પાકિસ્તાનના એમ્બેસેડરને નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પુર્વી સિસ્તાન અને બલૂચિસ્તાનમાં થયેલા આતંકવાદી હૂમલામાં 27 રિવોલ્યુશનરી ગાર્ડ્સનાં મોત થયા હતા.
સર્જીકલ સ્ટ્રાઇક નહી આ ચારને કરો સાફ, આતંકવાદીઓનું કામ થશે તમામ !
આ આતંકવાદી ઘટનાની જવાબદારી પાકિસ્તાનનાં એક આતંકવાદી સંગઠન જૈશ ઉલ અદલે સ્વિકારી છે. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ઇરાન પોતાનાં સૈનિકોનાં લોહીનો બદલો લેશે. બીજી તરફ અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન વિરુદ્ધ પોતાનાં વલણને આકરૂ કર્યું છે. હવે તેને યુએનએસસીમાં પાકિસ્તાનની ફરિયાદ કરી છે. તેનો આરોપ છે કે પાકિસ્તાન તેની વિરુદ્ધ તાલિબાનોની મદદ કરી રહ્યું છે. ઼
best toilet paper in the world સર્ચ કરવાથી ગૂગલ દેખાડે છે પાકિસ્તાની ઝંડો
અફઘાનિસ્તાનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા સિબગતુલ્લાહ અહેમદીએ પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, પાકિસ્તાનનો આ પ્રયાસ ન માત્ર શાંતિ પ્રક્રિયામા અડચણ રૂપ થશે પરંતુ અફઘાનિસ્તાનની અખંડિતતાને ભંગ કરનારો છે. આ અગાઉ પણ અફઘાનિસ્તાન પાકિસ્તાન પર આતંકવાદને ઉત્તેજીત કરવાનો આરોપ લગાવતું રહ્યું છે. સાથે જ તેણે કહ્યું કે, તેઓ પોતાનાં દેશમાં આતંકવાદને આશ્રય આપવાનું બંધ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં થયેલા અનેક આતંકવાદી હૂમલામાં પાકિસ્તાનની લિંક સામે આવ્યું છે.
આ 2 ક્લુની થઇ હોત તપાસ તો આજે 40 CPRF જવાનો ન થયા હોત શહીદ
ભારતનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો, પાકિસ્તાનને ભાંડી રહ્યું છે વિશ્વ
ભારતે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને અટુલુ પાડવા માટેના પ્રયાસો વધારી દીધા છે. ભારત મુલાકાતે આવેલા આર્જેન્ટિનાનાં રાષ્ટ્રપતિ મુસ્રિયો મેક્રીને પણ પાકિસ્તાનની કરત અંગે જણાવવામાં આવ્યું છે. ભારતનાં જ દબાણની અસર છે કે સઉદી અરબના પ્રિંસ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનની પોતાની યાત્રા ટુંકાવી દીધી છે. તેઓ ભારતની મુલાકાતે પણ આવનારા છે.