સીતામઢી : ભારત - નેપાળની વચ્ચે તણાવ દરમિયાન સીમા પર ફાયરિંગ થયું છે. સીતામઢીનાં સોનબરસા પોલીસ સ્ટેશન વિસ્તારનાં લાલબન્ધી બોર્ડર નજીક નેપાળી પોલીસ અને સ્થાનિક ભારતીય નાગરિકો વચ્ચે હિંસા થઇ છે. નેપાળ પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ લોકો આ ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ છે. મળતી માહિતી અનુસાર એક ઘાયલને પોલીસ પોતીની સાથે લઇ ગઇ છે અને સશસ્ત્ર સીમા દળની ટીમ પણ ઘનટા સ્થળ માટે રવાના થઇ ચુકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ, CM ગહલોતે રાજ્યસભા ચૂંટણી મુદ્દે લગાવ્યા ગંભીર આરોપ

ઘટના સ્થળ પર એસએસબીનાં અનેક સીનિયર અધિકારીઓ પણ હાજર છે. આ ઘટનાની પૃષ્ટી સશસ્ત્ર સીમા દળના બિહાર સેક્ટરનાં આઇજીએ કહ્યું છે. બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ફાયરિંગ નેપાળ પોલીસ તરફથી કરવામાં આવ્યું છે. જો કે નેપાળ પોલીસ તરફથી શઆ માટે ફાયરિંગ કરવામાં આવ્યું તેની કોઇ પણ માહિતી હજી સુધી સામે આવી નથી. 


કોરોનાના દર્દીઓ સાથે જાનવર કરતા ખરાબ વર્તાવ, ડેડબોડી સાથે રહેવા મજબૂર: સુપ્રીમ કોર્ટ

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત - નેપાળની સીમા પર સતત તણાવપુર્ણ સ્થિતી ચાલી રહી છે. બંન્ને દેશો વચ્ચે હાલ નક્શા મુદ્દે વિવાદ ચાલી રહ્યું છે. નેપાળનાં નવા નક્શામાં કાળાપાણી અને લિપુલેખાનો સમાવેશ કરવામાં આવ્યા બાદ બંન્ને દેશો વચ્ચે સીમા સંબંધિત વિવાદ હાલ ચરમ પર છે.


સીતામઢી: નેપાળ પોલીસ અને ભારતીય નાગરિકોમાં ઝડપ, એક ભારતીય નાગરિકનું મોત, 3 ઘાયલ

આ નવા નક્શામાં નેપાળનાં કુલ 395 વર્ક કિલોમીટરનાં વિસ્તારને પોતાનો હિસ્સો દર્શાવ્યો છે. તેમાં લિમ્પિયાધુરા, લિપુલેખા અને કાલાપાણી ઉપરાંત ગુજીં, નાભી અને કાટી ગામનો પણ સમાવેશ થાય છે. હાલ તો આ મુદ્દે હજી સ્થિતી કેટલીક અસમંજસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube