નવી દિલ્હી: બહુ ઓછા લોકોને ખબર હશે કે ધર્મ શાસ્ત્રોમાં મધરાતે જન્મદિવસની કે કોઈ પણ શુભકાર્યની ઉજવણી વર્જિત માનવામાં આવી છે. આમ કરવાથી લોકોએ મોટું અનિષ્ટ સહન કરવું પડે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે તેની પાછળનું કારણ શું છે અને આપણે શું સાવધાની વર્તવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો મધરાતે કરે છે ઉજવણી
આજકાલ કોઈનો પણ બર્થડે હોય, લગ્નતિથિ હોય કે પછી કોઈ શુભ અવસર હોય. રાતે બાર વાગે કેક કાપીને ઉજવણી કરવી એક ફેશન બની ગઈ છે. લોકો એ વાતને લઈને ઉત્સાહિત રહે છે કે રાતે બાર વાગે કેક કાપીને ખુશી સેલિબ્રેટ કરવાની છે. 


અદ્રશ્ય શક્તિઓ હોય છે સક્રિય
મોટાભાગે જોવા મળે છે કે લોકો પોતાનો જન્મદિવસ 12 વાગે એટલે કે નિશિથ કાળ (પ્રેત કાળ)માં મનાવે છે. નિશિથ કાળ રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીના સમયને કહે છે. સામાન્ય રીતે આપણે તેને મધ્યરાત્રિ કે મધરાત કહીએ છીએ. શાસ્ત્રોના જણાવ્યાં મુજબ આ સમય અદ્રશ્ય શક્તિઓ, ભૂત કે પિચાશનો કાળ હોય છે. આ સમયમાં આવી શક્તિઓ અત્યંત પ્રબળ થઈ જાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube