નવી દિલ્હીઃ દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને લઈને ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ ખાસ બેઠકમાં લેફ્ટિનેન્ટ ગવર્નર (LG), દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  (CM Arvind Kejriwal), ચીફ સેક્રેટરી, ડો. બીકે પાલ, ડોક્ટર રણદીપ ગુલેરિયા અને દિલ્હી પોલીસના અધિકારીઓ સહિત અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાગી શકે છે નવા પ્રતિબંધ
સૂત્રો અનુસાર રેસ્ટોરન્સમાં બેસીને ભોજન કરવા પર પ્રતિબંધ લાગી શકે છે. પરંતુ વેપારીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા ટેક અવેની સુવિધા યથાવત રહેશે. 


બેઠકમાં આ મુદ્દે થઈ ચર્ચા
જે પણ પ્રતિબંધ દિલ્હીમાં લાગૂ છે તે એનસીઆરમાં કેમ લાગૂ થઈ રહ્યાં નથી, તેના પર બેઠકમાં ચર્ચા થઈ હતી. તો તે વાત પર ભાર આપવામાં આવ્યો કે લોકોને હોમ આઈસોલેશનમાં કઈ સુવિધા આપવામાં આવે. જો દિલ્હીમાં સ્થિતિ વધુ ખરાબ થાય તો શું કરવું તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સામેલ અધિકારીઓ પ્રમાણે જો 1 દિવસમાં એક લાખ કેસ આવે છે તો શું તૈયારીઓ કરવી તેના પર ચર્ચા થઈ છે. 


આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાનીઓએ આપી ધમકી, SFJ તરફથી આવ્યા ઓટોમેટેડ ફોન કોલ


ઇમરજન્સી સ્થિતિમાં શું?
ઇમરજન્સી સ્થિતિ પડવા પર દિલ્હીમાં કેટલો મેન પાવર છે અને તેને તૈયાર રાખવાનું કહેવામાં આવ્યું છે. આ દરમિયાન તે અંદાજ લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ઇમરજન્સી સ્થિતિમાં અહીં કેટલા ટ્રેન્ડ ડોક્ટર, વિદ્યાર્થી, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને હેલ્થ કેર વોલેન્ટિરય સેવાઓ આપી શકે છે. 


બીજી લહેર જેવી સ્થિતિ ન થાય તેના પર મંથન
આ બેઠકમાં કહેવામાં આવ્યું કે 10 જાન્યુઆરી સુધી દિલ્હીની પાસે 900 મેટ્રિક ટન ઓક્સીજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. તો  DTC બસો અને મેટ્રો સેવાને 50% ની ક્ષમતા સાથે ચલાવવાની ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે મેટ્રોની ક્ષમતા ઓછી કરવાથી ભીડ થશે અને તેનાથી વધુ સંક્રમણ ફેલાય શકે છે. વીકલી માર્કેટ લગાવવા પર પણ ચર્ચા કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube