નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના (Coronavirus) કેસ ઘટવા લાગ્યા છે. હજી પણ મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા હોવા છતાં સંક્રમણનો દર ઘટ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 રાજ્યોમાં 1-1 લાખથી વધુ દર્દીઓ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના (Ministry of Health) અધિક સચિવ આરતી આહુજાએ (Arti Ahuja) જણાવ્યું હતું કે દેશના 12 રાજ્યોમાં 1 લાખથી વધુ કોરોના (Coronavirus) દર્દીઓ છે. તે જ સમયે, 7 રાજ્યોમાં 50 હજારથી વધુ દર્દીઓ છે. દેશના 17 રાજ્યોમાં કોરોના કેસ 50 હજારથી નીચે છે અને ત્યાં પરિસ્થિતિ હજી પણ નિયંત્રણમાં છે.


આ રાજ્યોમાં ઘટવા લાગ્યા કોરોના કેસ
તેમણે માહિતી આપી કે દેશના 24 રાજ્યોમાં કોરોના સંક્રમણ દર 15 ટકાથી ઉપર રહ્યો છે. તે જ સમયે, 9 રાજ્યોમાં 5 થી 15 ટકા સંક્રમણ દર ચાલી રહ્યો છે. એડિશનલ સેક્રેટરીએ કહ્યું કે મહારાષ્ટ્ર, યુપી, દિલ્હી, રાજસ્થાન, ચંદીગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં શિખર પર પહોંચ્યા બાદ હવે કોરોનાના (Coronavirus) કેસો ધીમે ધીમે ઘટવા લાગ્યા છે. તેમણે કહ્યું કે અગાઉ ગોવા, દમણ દીવ, આંદામાન અને નિકોબારમાં પણ કેસ વધી રહ્યા છે. હવે, આ વિસ્તારોમાં નવા કેસ સામે આવી રહ્યા છે.


આ પણ વાંચો:- શું 15 ગણું વધારે સંક્રમિત કરે છે કોરોનાનો N440K વેરિએન્ટ? જાણો શું કહે છે એક્સપર્ટ


આ રાજ્યોમાં વધી રહ્યા છે કોરોના કેસ
આરતી આહુજાએ કહ્યું કે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ, મેઘાલય, આસામ અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના (Coronavirus) નવા કેસો વધી રહ્યા છે. આ દેશ માટે ચિંતાનો વિષય છે. આને પહોંચી વળવા રાજ્ય સરકારોના સહયોગથી કામગીરી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- Corona ની ત્રીજી લહેર માટે મહારાષ્ટ્ર સરકારે કમર કસી, બનાવી પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સ


અત્યાર સુધી 16.5 કરોડના ડોઝ લગાવ્યા
તેમણે માહિતી આપી કે દેશમાં કોરોના વેક્સીનના (Corona Vaccine) 16.5 કરોડ ડોઝ લોકોને લગાવવામાં આવ્યા છે. તેમાંથી 45 વર્ષથી ઉપરના 10.67 કરોડ લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને બીજો ડોઝ 1.90 કરોડ લોકોને આપવામાં આવ્યો છે. વેક્સીનની પહેલી માત્રા 18 થી 44 વર્ષની વય જૂથના 11.81 લાખ લોકોને આપવામાં આવી છે.


આ પણ વાંચો:- Corona: ઇમ્યૂનિટી વધારવા કેન્દ્રએ જાહેર કર્યું ખાદ્ય પદાર્થોનું લિસ્ટ, જાણો કઈ-કઈ વસ્તુ છે સામેલ


વેક્સીનના બીજો ડોઝ પ્રાથમિકતા આપો
તેમણે કહ્યું કે, તમામ રાજ્ય સરકારોને કોરોના વેક્સીનના બીજો ડોઝ લેવાની કામગીરીમાં યોગ્ય લોકોને પ્રાથમિકતા આપવા કહેવામાં આવ્યું છે. આ માટે, તેમને એક અલગ વેક્સીનેશન કેન્દ્ર બનાવવા જેવા પગલાં ભરવા પણ કહેવામાં આવ્યું છે. તેમજ તેમને રસીકરણની કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube