નવી દિલ્હીઃ નવા નિમાયેલા મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ કાર્યભાર સંભાળતાં જ સુપ્રીમ કોર્ટ માટે નવું રોસ્ટર જાહેર કરી દીધું છે. નવા રોસ્ટર અનુસાર જાહેર હિતની અરજી સાથે જોડાયેલા તમામ કેસોની સુનાવણી મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ જાતે જ કરશે. આ ઉપરાંત જસ્ટિસ મદન બી. લોકુર પણ જાહેર હિતની અરજીઓની સુનાવણી કરી શકશે. જસ્ટિસ લોકુર પાસે સુનાવણી માટે એ જાહેર હિતની અરજીઓ જશે જે મુખ્ય ન્યાયાધિશ નક્કી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવું રોસ્ટર કેસોની શ્રેણી અનુસાર બનાવાયું છું. કાર્યકાળના પ્રથમ દિવસે તેમણે ચૂંટણી સુધારા સાથે જોડાયેલી જાહેર હિતની અરજી ફગાવી દીધી અને વકીલને ઠપકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ દીપક મિશ્રાના સમયે જાહેર હિંતની અરજી પર સુનાવણી માત્ર જસ્ટિસ દીપક મિશ્રાી બેન્ચ જ કરતી હતી. 


દેશના નવા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પાસે નથી પોતાની કાર કે ઘર, જાણો શું છે સંપત્તિ


ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટમાં રોસ્ટરનો મુદ્દો અત્યંત ચર્ચામાં રહી ચૂક્યો છે. એ સમયે સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધિશ (જેમાં વર્તમાન મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ પણ સામેલ છે) રોસ્ટર પદ્ધતિ અંગે જાહેરમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ તમામ ન્યાયાધિશોએ એક પત્રકાર પરિષદ પણ કરી હતી. 


નારાજ ન્યાયાધિશોએ રોસ્ટર પદ્ધતિ અંગે મુખ્ય ન્યાયાધિશને પણ ફરિયાદ કરી હતી. જોકે, ત્યાર બાદ એવું નક્કી થયું હતું કે, મુખ્ય ન્યાયાધિશ જ માસ્ટર ઓફ રોસ્ટર છે અને તેઓ જે નક્કી કરશે તે જ અંતિમ નિર્ણય ગણાશે. 


ભારતના 46મા CJI રંજન ગોગોઈ: CM પિતાએ એક સિક્કો ઉછાળીને નક્કી કર્યું હતું ભવિષ્ય


ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ રંજન ગોગોઈએ બુધવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. ગોગોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેઓ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા બાદ ભારતના 46મા મુખ્ય ન્યાયાધિશ બન્યા છે. 


દીપક મિશ્રાનો કાર્યકાળ બે ઓક્ટોબરના રોજ સમાપ્ત થયો હતો અને સોમવારે ટોચની અદાલતમાં તેમના કાર્યકાળનો અંતિમ દિવસ હતો. જસ્ટિસ ગોગોઈ (64 વર્ષ) સર્વોચ્ચ અદાલતમાં ટોચના સ્થાને પહોંચનારા પૂર્વત્તર ભારતના પ્રથમ ન્યાયાધીશ છે. તોઓ 17 નવેમ્બર, 2019 સુધી 13 મહિના અને 15 દિવસ સુધી મુખ્ય ન્યાયાધીશ પદનો કાર્યભાર સંભાળશે.