નવી દિલ્હી: દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યા છે. જો કે આજે સામાન્ય વધારો થયો પરંતુ આમ છતાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે ટેસ્ટિંગ વધારવાથી ફાયદો થયો છે અને 14 અઠવાડિયામાં અઢી ગણું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. જેનાથી સંક્રમણની જાણ થઈ અને તેના પર કાબૂ મેળવવામાં મદદ મળી છે. પરંતુ ચિંતાની વાત કઈક બીજી જ છે. કારણ કે કોરોનાથી મોતની સંખ્યા ઘટી રહી નથી. તાજા આંકડા મુજબ ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના નવા 2.67 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 4529 લોકોના કોરોનાથી મોત થયા છે. 


24 કલાકમાં 2.67 લાખથી વધુ દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona Virus) વાયરસના નવા 2,67,334 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 2,54,96,330 થયો છે. એક દિવસમાં 3,89,851 દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,19,86,363 પર પહોંચી છે. સૌથી ચિંતાજનક જો કોઈ વાત હોય તો કોરોનાથી વધી રહેલા મોતનો આંકડો. એક જ દિવસમાં કોરોનાથી 4529 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 2,83,248 પર પહોંચ્યો છે. દેશમાં હાલ 32,26,719  દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 18,58,09,302 લોકોને રસી આપવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube